બોબી ડાર્લિંગ બોલીવુડનું ફેમસ નામ છે. તે અનેક ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત પોતાની વિવાદિત જિંદગી અંગે પણ ચર્ચામાં રહે છે. વર્ષો સુધી લાઈમલાઈટથી દૂર રહ્યા બાદ તેણે મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે તે ફેમસ ક્રિકેટર સાથે વન નાઈટ સ્ટેન્ડ કરી ચૂકી છે.
બોલીવુડ અને નાના પડદાની જાણીતી ટ્રાન્સજેન્ડર અભિનેત્રી બોબી ડાર્લિંગ પોતાના બોલ્ડ નિવેદનો અને અંદાઝ માટે ચર્ચામાં રહે છે. એક દોરમાં તેણે અનેક ફિલ્મો અને ટેલિવિઝન શોમાં કામ કરીને દર્શકોના મન જીત્યા હતા. પોતાની એક્ટિંગ અને સ્ટાઈલ માટે જાણીતી બોબી ડાર્લિંગ ફરી એકવાર ચર્ચામાં છે. પરંતુ આ વખતે કારણ કઈક અલગ છે. હાલમાં જ બોબીએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો જેને જાણીને બધા દંગ રહી ગયા. તેણે દાવો કર્યો કે તે એક જાણીતા ક્રિકેટર સાથે વન નાઈટ સ્ટેન્ડ કરી ચૂકી છે. આ સાથે તેણે એમ પણ કહ્યું કે તેનું તે ક્રિકેટર સાથે અટેચમેન્ટ હતું. તેણે સ્પષ્ટ કર્યું કે તે રિલેશનશીપમાં તો નહતી રહી પરંતુ ખુબ ક્લોઝ આવી ગઈ હતી.
તેણે બોલીવુડ ઠિકાનાને આપેલા એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો કે તેનો ભારતના પૂર્વ ફાસ્ટ બોલર મુનાફ પટેલ સાથે એકવાર વન નાઈટ સ્ટેન્ડ થયું હતું. આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર બોબીનો ઈન્ટરવ્યુ વાયરલ થઈ ગયો છે અને લોકો જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. બોબીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે સમયે તે અને મુનાફ મિત્રો હતા. બંનેની મુલાકાત એક ક્લબમાં થઈ હતી જ્યાં તેમણે સાથે પાર્ટી અને ક્લબિંગ કર્યું. તે રાતે અમને અનેક લોકોએ એક સાથે જોયા હતા. કદાચ કોઈના મોઢેથી વાત નીકળી ગઈ કે મે મુનાફ પટેલ સાથે પાર્ટી કરી અને હું તેને મળી હતી. બસ લોકોએ તે વાતનો ખોટો અર્થ કાઢી લીધો.
બોબીએ એ પણ સ્વીકાર્યું કે તે સમયે તેની છબી થોડી ફ્લર્ટીશિયસ એટલે કે ચુલબુલી અને આકર્ષિત કરનારી હતી. તેણે વધુમાં કહ્યું કે, હું એમ નહીં કહું કે તે સંબંધ નહતો. પરંતુ હાં મારા તરફથી થોડું અટેચમેન્ટ જરૂર હતું. જ્યારે લોકો મળે છે ત્યારે પહેલા આકર્ષણ થાય છે, પછી પ્રેમ પણ થઈ શકે છે. કદાચ તે પ્રેમ નહતો, પરંતુ હું એમ કહી શકું કે 'વન નાઈટ સ્ટેન્ડ'. બોબીએ એમ પણ જણાવ્યું કે જ્યારે તેણે આ અંગે મીડિયામાં વાત કરી તો તેના અને મુનાફ વચ્ચે બધુ ખતમ થઈ ગયું. તેણે કહ્યું કે, જ્યારે મે આ વાત પબ્લિક કરી તો મુનાફે મને કહ્યું કે તેનાથી તેની બદનામી થશે. તેણે કહ્યું કે, અન્ય ક્રિકેટર્સ શું વિચારશે, શું કહેશે. મે તેને કહ્યું કે, જ્યારે હું તને ફોન કરું છું તો તું મારો ફોન સુદ્ધા ઉઠાવતો નથી, હવે હું આટલી ગંદી થઈ ગઈ અને બિસ્તર પર તો હું તને માખણ મલાઈ લાગુ છું. બોબીના જણાવ્યાં મુજબ આ કારણે તેમનો સંબંધ ત્યાં જ પૂરો થઈ ગયો.
હાલ મુનાફ પટેલ તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આવી નથી. તેણે બોબી ડાર્લિંગના દાવા અંગે કોઈ નિવેદન આપ્યું નથી કે ન તો સોશિયલ મીડિયા પર કોઈ પ્રતિક્રિયા આપી છે. આ ખુલાસા બાદ એકવાર ફરીથી એ ચર્ચા તેજ થઈ છે કે સેલિબ્રિટી લાઈફમાં પ્રાઈવેટ સંબંધો ક્યારે અને કેવી રીતે ચર્ચામાં આવી જાય છે. બોબી ડાર્લિંગના આ બોલ્ડ નિવેદને ભારે હડકંપ મચાવ્યો છે. બોબીની વાતોથી એ સ્પષ્ટ રજૂ થાય છે કે તેણે આ સંબંધ અંગે ઘણું ઈમોશનલ અટેચમેન્ટ મહેસૂસ કર્યું હતું. પરંતુ પરિસ્થિતિઓએ તેમને અલગ કરી દીધા.