Cool Summer Drinks: ગરમી શરુ થઈ ગઈ છે અને તાપમાન દિવસેને દિવસે વધી રહ્યું છે. આ સમયે ધ્યાન રાખવામાં ન આવે તો લૂ લાગી શકે છે, ડિહાઈડ્રેશન, ચક્કર આવવા, ઝાડા ઉલટી સહિતની સમસ્યા થઈ શકે છે. આ સ્થિતિમાં નિયમિત રીતે 5 હેલ્ધી ડ્રિંક્સ પીવાનું રાખવું જોઈએ. આ 5 નેચરલ ડ્રિંક શરીરને ઠંડક આપવાની સાથે સ્વાસ્થ્ય પણ સુધારે છે.
ગરમીમાં લૂથી બચવા માટે ડાયટમાં નાળિયેર પાણીનો સમાવેશ કરવો જોઈએ. પોટેશિયમ, સોડિયમ જેવા પોષકતત્વોથી ભરપુર નાળિયેર પાણી શરીરને હાઈડ્રેટ કરે છે.
ઉનાળામાં બીલાનું શરબત પીવું ફાયદાકારક છે. તેનાથી શરીર હાઈડ્રેટેડ રહે છે અને શરીરને ઠંડક પણ મળે છે.
આમ પન્ના પીવામાં સ્વાદિષ્ટ લાગે છે અને શરીર માટે ફાયદાકારક છે. તેનાથી શરીરને ફાયદો થાય છે. કાચી કેરીને શેકીને અથવા બાફીને તેમાં જીરું અને સંચળ, પાણી ઉમેરી આમ પન્ના બનાવી શકાય છે.
ઉનાળામાં લૂથી બચવા માટે લીંબુ પાણી પીવું લાભકારી છે. તેનાથી ઈમ્યૂનિટી બુસ્ટ કરવામાં મદદ મળે છે.
ઉનાળામાં લૂથી બચવા માટે છાશ પીવી પણ લાભકારી છે. છાશમાં પ્રોબાયોટિક્સ ભરપુર માત્રામાં હોય છે. તેનાથી આંતરડામાં ગુડ બેક્ટેરિયા વધારવામાં મદદ મળે છે. તેનાથી પેટ સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે.