મળતી માહિતી મુજબ થોડીવાર સુધી યુવકે ટ્રેન આવવાની રાહ જોઈ. ટ્રેન આવતા જ યુવક પાટા પર સૂઈ ગયો અને ધડાધડ ટ્રેન તેના ઉપરથી પસાર થઈ ગઈ. ટ્રેન નીચે આવી જવાના કારણે યુવકના શરીરના બે ભાગ થઈ ગયા અને કપાયેલો ઉપરનો ભાગ ઉછળીને નજીકના નાળામાં જઈને પડ્યો.
ટ્રેન ફરી વળવાના કારણે શરીરના બે ભાગ થઈ ચૂક્યા હતા. ત્યારબાદ તેનો ઉપરનો ભાગ નાળામાં પડ્યો અને કમરથી નીચેનો ભાગ પાટાથી થોડે દૂર પડ્યો. શરીરના બે ભાગ થવા છતાં યુવક સતત બોલતો રહ્યો કે જે કઈ થયું તેમાં કોઈની ભૂલ નથી.
આ દર્દનાક ઘટના બાદ સ્થાનિક લોકોએ શરીરના બે ભાગોને 108 નંબર પર ફોન કરીને મેડિકલ કોલેજ મોકલાવ્યા જ્યાં ડોક્ટરોએ સારવાર શરૂ કરી. લગભગ 12 કલાક સુધી સારવાર ચાલી પરંતુ આમ છતાં યુવકને બચાવી શકાયો નહીં. ડોક્ટરોએ જો કે યુવકના પગનો ભાગ પરિવારને સોંપી દીધો હતો. યુવકના મોત બાદ તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા.
આ મામલે મેડિકલ કોલેજના પીઆરઓ પૂજા પાંડેનું કહેવું છે કે સોમવારે સવારે લગભગ 10 વાગે એક યુવક પોતે જ ટ્રેન નીચે કપાઈ ગયો. તેને મેડિકલ કોલેજ લાવવામાં આવ્યો હતો જ્યાં મોટાભાગના ડોક્ટરો તેને બચાવવામાં લાગ્યા હતા. યુવકના કમરથી નીચેનો ભાગ અલગ થઈ ગયો હતો. આ જ કારણે તેના શરીરમાંથી લોહી ખુબ વહી ગયું હતું. સોમવારે રાતે લગભગ 11.50 વાગે સારવાર દરમિયાન યુવકનું મોત થયું.