સોમનાથ: હાલમાં જ બ્રહ્માસ્ત્ર ફિલ્મ રિલીઝ થઈ છે. ત્યારે તે પોતાની સિનેમેટોગ્રાફી કરતા વધુ વિવાદોને કારણે ચર્ચામાં રહી છે. રણવીર મહાકાલેશ્વર ઉજ્જૈન ખાતે દર્શન કરવા ગયેલ રણબીર કપૂરને હિન્દુ યુવાનો દ્વારા વિરોધ કરીને મંદિરમાં પ્રવેશવા દેવામાં નહોતો આવ્યો. ત્યારે તેના પરથી શીખ લઈને રણબીર કપૂર અને બ્રહ્માસ્ત્રનો ડિરેક્ટર અયાન મુખર્જી ગુપ્ત રીતે સોમનાથ દર્શને આવ્યા હતા. અને સોમનાથ મહાદેવના દર્શન કરીને રવાના થયા હતા.