PHOTOS

Photos: ક્યારેક કરતી હતી બોલીવુડમાં રાજ, અચાનક કેમ દેશ છોડીને જતી રહી આ અભિનેત્રીઓ?

નવી દિલ્લીઃ બોલીવુડની અનેક એવી એક્ટ્રેસ છે જેમણે એક સમયે ઈન્ડસ્ટ્રીમાં પોતાની અદાકારી અને ખૂબસૂરતીના દમ પર પોતાનો સિક્કો ચલાવ્યો. પરંતુ પોતાની સલ્તનત છોડીને અચાનક બોલીવુડની સાથે દેશ પણ છોડીને  વિદેશ જઈને વસી ગઈ. આ લિસ્ટમાં પ્રિયંકા ચોપરા (Priyanka Chopra), પ્રિતી ઝિંટા (Preity Zinta) જેવા નામ સામેલ છે.

Advertisement
1/9
પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા

આ મામલામાં હાલ તો સૌથી પહેલું નામ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)નું જ આવે છે. વર્ષ 2019માં તેણે હોલીવુડ સ્ટાર અને સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા બાદ વિદેશમાં ઘર વસાવી લીધું છે. હવે તે બોલીવુડ ફિલ્મોથી દૂર છે પરંતુ બોલીવુડમાં કામ કરી રહી છે.

2/9
માધવી
માધવી

90ના દાયકામાં બોલીવુડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાનારી અભિનેત્રી માધવી (Madhavi) એ પણ પોતાના કરિયરને છોડીને વિદેશ વસવાનો નિર્ણય કર્યો હતો. હાલ તે અમેરિકાના ન્યૂજર્સીમાં પતિ રાલ્ફ શર્મા સાથે રહે છે. રાલ્ફ ઈંડો-જર્મન છે. જણાવી દઈએ કે માધવી ને અગ્નિપથ, એક દૂજે કે લિયે અને ગિરફ્તાર જેવી ફિલ્મો માટે યાદ કરવામાં આવે છે.

Banner Image
3/9
મલ્લિકા શેરાવત
મલ્લિકા શેરાવત

બોલ્ડનેસના કારણે રાતોરાત સુપરહિટ થયેલી અભિનેત્રી મલ્લિકા શેરાવત (Mallika Sherawat) પણ દેશને છોડીને વિદેશમાં વસેલી એક્ટ્રેસની યાદીમાં સામેલ છે. તે પેરિસથી ઘણી વાર પોતાની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

4/9
મીનાક્ષી શેષાદ્રિ
મીનાક્ષી શેષાદ્રિ

બોલીવુડની દામિની નામથી પ્રસિદ્ધ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રિ (Meenakshi Seshadri) એ 80 અને 90ના દાયકામાં અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે પોતાની કારકીર્દિના સારા સમયમાં જ 1995માં હરીશ મસૂર સાથે લગ્ન કર્યા અને અમેરિકા શિફ્ટ થઈ ગઈ. તે હાલ ટેક્સાસના પ્લાનો શહેરમાં રહે છે.

5/9
પ્રિતી ઝિંટા
પ્રિતી ઝિંટા

બોલીવુડની ડિંપલ ગર્લ પ્રીતિ ઝિંટા (Preity Zinta) પણ હવે ફિલ્મોથી દૂર છે. તે હાલ લૉસ એન્જેલિસમાં પતિ સાથે રહે છે.

6/9
રંભા
રંભા

બોલીવુડ અને સાઉથની મોસ્ટ બ્યુટિફુલ એક્ટ્રેસ રંભા (Rambha) અનેક વર્ષોથી કેનેડામાં રહે છે. તેણે એનઆરઆઈ બિઝનેસમેન ઈંદ્ર કુમાર સાથે લગ્ન કર્યા છે. તેને ત્રણ સંતાનો છે.

7/9
શિલ્પા શિરોડકર
શિલ્પા શિરોડકર

ગોવિંદ, સલમાન જેવા સ્ટાર્સ સાથે અનેક ફિલ્મોમાં નજર આવનારી 90ના જમાનાની અભિનેત્રી શિલ્પા શિરોડકર (Shilpa Shirodkar) હવે દુબઈમાં રહે છે. જણાવી દઈએ કે તે સાઉથા સુપરસ્ટાર મહેશબાબૂની સાળી છે.

8/9
સોનમ કપૂર
સોનમ કપૂર

બોલીવુડ સ્ટાર સોનમ કપૂરે (Sonam Kapoor) લગ્ન બાદ પતિ આનંદ આહુજા સાથે વિદેશમાં રહેવાનો નિર્ણય કર્યો. તે લંડનમાં શિફ્ટ થઈ ચુકી છે. તે ફિલ્મોના શૂટિંગ માટે ભારત આવતી રહે છે.

9/9
તનુશ્રી દત્તા
તનુશ્રી દત્તા

આશિક બનાયા આપને ફેમ તનુશ્રી દત્તા (Tanushree Dutta)છેલ્લા બે વર્ષમાં ખૂબ જ ચર્ચામાં રહી. તેણે ભારતમાં #MeToo ની શરૂઆત કરી હતી. જે બોલીવુડથી લાંબા સમયથી દૂર છે અને અમેરિકામાં જૉબ કરી રહી છે.

 





Read More