PHOTOS

Bollywood Actresses: પરિણીત પુરુષોના પ્રેમમાં પડી ખૂબ બદનામ થઈ આ 6 અભિનેત્રીઓ, બે પર લાગ્યું હતું 'ઘર તોડનારી' ટેગ

/strong>બોલીવુડના કલાકારોના અફેર હંમેશાથી ચર્ચાનો વિષય રહ્યા છે. તેમાં પણ કેટલાક અફેર તો એવા છે જેના વિશે આજે પણ ઓછા લોકો જાણે છે. જેમક...

Advertisement
1/7
મીનાક્ષી શેષાદ્રિ-કુમાર સાનુ
મીનાક્ષી શેષાદ્રિ-કુમાર સાનુ

90 ના દાયકાની સૌથી વધુ કમાણી કરતી મીનાક્ષી શેષાદ્રિ બોલીવુડ ગાયક કુમાર સાનૂના પ્રેમમાં પડી હતી. આ અફેરના કારણે મીનાક્ષીની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ પ્રભાવિત થઈ હતી. કુમાર સાનૂ પરિણીત હતા પરંતુ મીનાક્ષી પર તે ફીદા થઈ ગયા અને કોઈને કાનોકાન ખબર ન પડી એ રીતે 3 વર્ષ તેમનું અફેર ચાલ્યું. ત્યારબાદ વાત સામે આવતાં કુમાર સાનૂના ડિવોર્સ થઈ ગયા. પરંતુ ત્યાર સુધીમાં મીનાક્ષી હરીશ મૈસોર સાથે લગ્ન કરી અમેરિકામાં સ્થાયી થઈ ગઈ.  

2/7
રાની મુખર્જી-આદિત્ય ચોપડા
રાની મુખર્જી-આદિત્ય ચોપડા

આદિત્ય ચોપડાના લગ્ન નાનપણની મિત્ર પાયલ ખન્ના સાથે થયા હતા. પરંતુ રાની મુખર્જી સાથે અફેરના કારણે તેમના ડિવોર્સ થયા તેવું કહેવામાં આવે છે. પરિણીત આદિત્ય ચોપડાના પ્રેમમાં રાની મુખર્જી પડી હતી. તેમના અફેરની વાત જાહેર થઈ ત્યારે ભારે હોબાળો મચ્યો હતો. રાની મુખર્જીને પણ ઘર તોડનાર ટેગ આપવામાં આવ્યું. જો કે લગ્ન પછી રાની મુખર્જીએ એવો ખુલાસો કર્યો કે આદિત્યના ડિવોર્સ પછી તેઓ નજીક આવ્યા. હવે આમાં સાચું શું એ તો ભગવાન જાણે...  

Banner Image
3/7
શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા
શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા

શિલ્પા શેટ્ટીને પણ ઘર તોડનારીનું ટેગ આપવામાં આવ્યું હતું. આ વાત કહી હતી રાજ કુંદ્રાની પત્ની કવિતા કુંદ્રાએ. રાજ કુંદ્રાના ડિવોર્સ પહેલા જ શિલ્પા શેટ્ટીનું અફેર શરુ થયું હતું. ત્યારબાદ જે બદનામીનો સમય શરુ થયો તેમાં પણ શિલ્પા અડગ રહી અને રાજ કુંદ્રાના ડિવોર્સ બાદ તેમણે લગ્ન કર્યા. આજે તમને બે સંતાન છે અને તેઓ સુખી લગ્નજીવન જીવે છે.  

4/7
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા

હોલીવુડમાં જેના નામનો ડંકો વાગે છે તે દેશી ગર્લ પ્રિયંકાના અફેરનું લિસ્ટ સૌથી લાંબુ છે. પ્રિયંકાનું નામ બોલીવુડમાં શાહિદ કપૂર, હરમન બાજવા, રણબીર કપૂર અને સૌથી વધારે શાહરુખ ખાન અને અક્ષય કુમાર સાથે ચર્ચામાં રહ્યું. ફિલ્મ ઐતરાઝ સમયે અક્ષય અને પ્રિયંકા વચ્ચે ઈલુ ઈલુ શરુ થયું હતું. જો કે આ વાત ટ્વીંકલ ખન્નાના કાને પહોંચી અને તેણે અક્ષય કુમારને કડક ભાષામાં સમજાવી પાછો વાળી લીધો. તેવી જ રીતે ડોન ફિલ્મ પછી શાહરુખ ખાન અને પ્રિયંકા નજીક આવ્યા હતા. જો કે તેમાં પણ એક્ટરની પત્ની ફાવી ગઈ અને વાત અટકી ગઈ.   

5/7
ઉર્મિલા માંતોડકર- રામ ગોપાલ વર્મા
ઉર્મિલા માંતોડકર- રામ ગોપાલ વર્મા

રંગીલા ગર્લ ઉર્મિલા માંતોડકરનું નામ વર્ષો સુધી રામ ગોપાલ વર્મા સાથે જોડાયું. ચર્ચા તો ત્યાં સુધી છે કે ઉર્મિલા સાથેના સંબંધોના કારણે જ રામ ગોલાપ વર્માની પત્નીએ તેને ડિવોર્સ આપ્યા. એક સમય હતો જ્યારે રામ ગોપાલ વર્મા તેની ફિલ્મમાં ઉર્મિલાને જ સાઈન કરતાં. જેના કારણે રામ ગોપાલ વર્માની પર્સનલ લાઈફ અને ઉર્મિલાની પ્રોફેશનલ લાઈફ ખરાબ થઈ હતી.

6/7
સુષ્મિતા સેન- વિક્રમ ભટ્ટ
સુષ્મિતા સેન- વિક્રમ ભટ્ટ

વિક્રમ ભટ્ટ અને સુષ્મિતા સેનનું અફેર સૌથી ચર્ચાસ્પદ છે. પરિણીત વિક્રમ ભટ્ટ સુષ્મિતા સેનના પ્રેમમાં ઊંધા માથે પડ્યા અને બંને બદનામ થયા. તેણે પણ લગ્ન નાનપણની મિત્ર સાથે કર્યા હતા. પરંતુ બોલીવુડની બ્યુટી સામે પત્નીનો પ્રેમ ફીકો પડી ગયો. ફિલ્મ દસ્તક સમયે સુષ્મિતા અને વિક્રમ ભટ્ટ એકબીજાને ડેટ કરતાં હતા. જેના કારણે વિક્રમ ભટ્ટના જીવનમાં ભૂકંપ સર્જાઈ ગયો. જો કે વર્ષો પછી વિક્રમ ભટ્ટ એ ખુદ સુષ્મિતા સેન સાથેના સંબંધોને જીવનની મોટી ભુલ ગણાવી હતી.   

7/7




Read More