PHOTOS

Actress Suffered Breast Cancer: હિના ખાન જ નહીં બોલીવુડની આ અભિનેત્રીઓ પણ બની છે બ્રેસ્ટ કેન્સરનો ભોગ

Actress Suffered Breast Cancer: ટીવી અને બોલીવુડ અભિનેત્રી હિના ખાને એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે તેને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર છે. હિના ખાનની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. જોકે હિના ખાન પહેલા પણ બોલીવુડની કેટલીક અભિનેત્રીઓ બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચુકી છે. 
 

Advertisement
1/6
હિના ખાન 
હિના ખાન 

હિના ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર છે અને તેની સારવાર ચાલી રહી છે. સાથે જ તેણે લોકોને આ સમયે પ્રાઇવેસીનું ધ્યાન રાખવાની અપીલ કરી છે. 

2/6
મહિમા ચૌધરી 
મહિમા ચૌધરી 

બોલીવુડ અભિનેત્રી મહિમા ચૌધરીને પણ બેસ્ટ કેન્સર થયું હતું. મહિમા ચૌધરીએ પરદેશ ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. મહિમા ચૌધરીએ પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને કેન્સરની સારવાર અંગે જણાવ્યું હતું.   

Banner Image
3/6
તાહિરા કશ્યપ 
તાહિરા કશ્યપ 

બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાનાની પત્ની અને લેખિકા તાહિરા કશ્યપ પણ કેન્સર સર્વાઇવર છે. તેને પણ બ્રેસ્ટ કેન્સર થયું હતું. સારવાર પછી હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. 

4/6
મુમતાઝ 
મુમતાઝ 

એક સમયની દિગ્ગજ અભિનેત્રી મુમતાઝ પણ બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકી છે. વર્ષ 2002માં તેને કેન્સર ડાયગ્નોસ થયું હતું. સારવાર પછી હવે તે હેલ્ધી લાઈફ જીવી રહી છે.

5/6
બારબરા મોરી 
બારબરા મોરી 

રિતિક રોશન સાથે ફિલ્મ કાઇટમાં જોવા મળેલી અભિનેત્રી બારબરા મોરીને પણ બ્રેસ્ટ કેન્સર થયું હતું. કરિયરની શરૂઆતના દિવસોમાં જ તેને કેન્સર થયું હતું. ત્યાર પછી તેને એક્ટિંગ છોડી અને પોતાની સારવાર કરાવી હાલ તે એકદમ સ્વસ્થ છે અને મહિલાઓને બ્રેસ્ટ કેન્સરને લઈને જાગૃત કરવાનું કામ કરે છે.

6/6




Read More