PHOTOS

Navratri 2022: નવરાત્રિ પર હટકે દેખાવા માટે જોઈલો આલિયા, દિપીકા અને કેટરીનાનો ટ્રેડિશનલ લૂક

નવી દિલ્લીઃ નવરાત્રિ આવી ગઈ છે અને ખેલૈયાઓ તૈયાર છે. બસ સજી ધજીને ગરબે ઘુમવા જવાનું છે. ત્યારે આજે અમે તમને બતાવી રહ્યા છે બોલીવુડ સેલેબ્સના નવરાત્રિ લૂક્સ. જે તમને તૈયાર થવામાં મદદરૂપ થશે.

Advertisement
1/5
સારા અલી ખાન
સારા અલી ખાન

જો તમે તમારા નવરાત્રિ લૂકને થોડો રોયલ ટચ આપવા માંગો છો તો, સારા અલી ખાનના આ લૂકના ફૉલો કરી શકો છો. જેથી તમે ભીડમાંથી અલગ તરી આવશો.  

2/5
કેટરીનાનો સોબર લૂક
કેટરીનાનો સોબર લૂક

જો તમે સિમ્પલ અનો સોબર દેખાવા માંગો છો તો કેટરિનાનો આ લૂક ફૉલો કરી શકો છે. મેચિંગ ઈયરરિંગ્સ અને ખુલ્લા વાળ સાથે આ લૂક એકદમ ઉઠાવ આપે છે.  

Banner Image
3/5
દીપિકાનો ક્લાસિક લૂક
દીપિકાનો ક્લાસિક લૂક

રામ લીલા ફિલ્મમાં દીપિકા પાદુકોણનો આ લૂક ખૂબ જ ફેમસ થયો હતો. હેવી ઈયરરિંગ્સ સાથે બન અને ચાંદલા સાથેનો આ લૂક એકદમ ક્લાસિક લાગે છે.  

4/5
ભૂમિ ત્રિવેદી
ભૂમિ ત્રિવેદી

જો તમારે નવરાત્રિમાં પ્રોપર ગામઠી લૂક જોઈએ છે તો ભૂમિ ત્રિવેદીનો આ લૂક બેસ્ટ છે. બલોયા કડા અને પાયલ સાથે આ લૂક તમને અલગ તારવશે.

(photo: instagram)  

5/5
આલિયાનો એથનિક લૂક
આલિયાનો એથનિક લૂક

જો તમે બાંધણીના ચણિયાચોળી પહેરી રહ્યા છો તો આલિયાનો આ સિમ્પલ લૂક તમે અપનાવી શકો છો. ઝુમકા અને મિડલ પાર્ટીશન સાથે તમારા લૂકને કમ્પલીટ કરો.  





Read More