નવી દિલ્લીઃ ફેશનની દુનિયામાં લૈકમે ફેશન વીક પૂરજોશમાં ચાલી રહ્યું છે.બોલિવૂડની તમામ હિરોઈન ફેશન ડિઝાઇનર્સની એકથી વધુ ક્રિએશન રજૂ કરવા માટે ડ્રેસ પહેરીને રેમ્પ પર ઉતરી રહી છે. કંગના રનૌત અને અનન્યા પાંડે પણ લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરતી જોવા મળી.
કંગના રનૌત લેક્મે ફેશન વીકમાં ફેશન ડિઝાઈનર વરુણ ચક્કિલમની ચોલીમાં જોવા મળી.
અભિનેત્રી અનન્યા પાંડે ફેશન ડિઝાઈનર શેન ફાલ્ગુનીના વન પીસ ડ્રેસમાં જોવા મળી.
સોશિયલ મીડિયા પર કંગના અને અનન્યાના લુકની સરખામણી થઈ રહી છે અને કંગનાના લુક પર લોકો વધુ પ્રેમ વરસાવી રહ્યા છે.
કંગનાએ તેના ક્રિસ્ટલ વર્કના હળવા જાંબલી રંગની ચોલી સાથે ગળામાં ડાયમંડનો સુંદર હાર પહેર્યો..
અનન્યા પાંડેએ પિંક શિમરી વન પીસમાં હાઈ હીલ્સ પહેરીને રેમ્પ વોક કરતી જોવા મળી હતી.
અનન્યાની ઘણા ફોટા વાયરલ થયા છે. પરંતુ કંગનાનો લુક સોશિયલ મીડિયા પર છવાયેલો છે.
કંગનાનો સેક્સી લૂક અને ફિગર જોઈને સૌ કોઈ તેનાથી આકર્ષાય છે.