PHOTOS

Ajay Devgn Birthday: જેને ફરી મળવા માંગતો ન હતો, તેની સાથે કેમ કર્યા અજય દેવગને લગ્ન? જાણો રોચક વાતો

Ajay Devgn Birthday: 2 એપ્રિલ એટલે અજય દેવગનનો બર્થ ડે. અજય દેવગન આજે પોતાનો 55મો જન્મદિવસ મનાવી રહ્યો છે. ત્યારે આજના દિવસ પર જાણીએ અજય દેવગન વિશેની રોચક વાતો....

Advertisement
1/8
કેવી રીતે શરૂ થઈ લવ સ્ટોરી?
કેવી રીતે શરૂ થઈ લવ સ્ટોરી?

અભિનેતા અજય દેવગન અને કાજોલ ઓપોજિટ એટ્રેક્શનનું બેસ્ટ એક્ઝામપલ છે. 90ના દાયકામાં આ કપલ ડેટિંગ કરતું હતું. ત્યાર બાદ અજય અને કાજોલે 1999માં લગ્ન કર્યા. તેમના મિત્રોએ પણ તેમને એકબીજા સાથે ડેટ ન કરવાની સલાહ આપી હતી. મિત્રોએ એવું પણ કહ્યું હતું કે, તમારો નેચર અલગ છે તમે ક્યારેય એકબીજા સાથે સેટ નહીં થાઓ.

 

2/8
'હલચલ'ના સેટ પર થઈ હતી અજય-કાજોલની મુલાકાતઃ
'હલચલ'ના સેટ પર થઈ હતી અજય-કાજોલની મુલાકાતઃ

અજય દેવગન અને કાજોલની પહેલી મુલાકાત 1995માં ફિલ્મ 'હલચલ'ના સેટ પર થઈ હતી. અજય દેવગને આપેલા એક જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને પહેલી મુલાકાતમાં કાજોલ પસંદ ન હતી અને તે તેને ફરીથી મળવા માંગતો ન હતો.

 

Banner Image
3/8
પહેલી જ મુલાકાતમાં ઘમંડી લાગતી હતી કાજોલ
પહેલી જ મુલાકાતમાં ઘમંડી લાગતી હતી કાજોલ

અજય દેવગણે કહ્યું હતું કે, ‘હલચલના શૂટિંગ પહેલાં હું કાજોલને મળ્યો હતો. સાચું કહું તો હું તેને ફરીથી મળવા માંગતો ન હતો. જ્યારે તેને પહેલીવાર મળ્યો ત્યારે મને તે ખુબ ઘમંડી અને બોલબોલ કરવા વાળી છોકરી લાગી હતી. આ ઉપરાંત વ્યક્તિત્વમાં પણ અમે એકબીજાથી ઘણા અલગ હતા. પણ, આખરે, જે થવાનું હોય છે, થાય છે. અને અમારો પ્રેમ થયો લગ્ન થયા અને બાળકો પણ થયા.

4/8
અજય દેવગન અને કાજોલ વચ્ચે મિત્રતાની શરૂઆત
અજય દેવગન અને કાજોલ વચ્ચે મિત્રતાની શરૂઆત

અભિનેત્રી દિવ્યા ભારતી 'હલચલ'માં લીડ રોલ કરવાની હતી. પરંતુ તેનું અચાનક નિધન થઈ ગયું. કાજોલે છેલ્લી ઘડીએ આ ફિલ્મમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ સફળ રહી અને અહીંથી અજય દેવગન અને કાજોલની મિત્રતાની પણ શરૂઆત થઈ.

5/8
બંનેએ સાથે ફિલ્મ કરી હતી અને...
બંનેએ સાથે ફિલ્મ કરી હતી અને...

તે જ સમયે, કાજોલે આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "હું તે સમયે કોઈની સાથે હતી. મને લાગે છે કે અજય દેવગન પણ કોઈને જોઈ રહ્યો હતો. પછી અમે બંનેએ સાથે એક ફિલ્મ કરી અને અહીંથી અમારી મિત્રતા શરૂ થઈ.

 

6/8
'કાજોલ બોલે છે અને હું મૌન રહું છું'
'કાજોલ બોલે છે અને હું મૌન રહું છું'

જ્યારે અજય દેવગન અને કાજોલનાં લગ્ન થયાં ત્યારે અભિનેતાનો પરિવાર ખુશ હતો કારણ કે ઘરમાં કોઈ બોલી શકતું હતું. અજય દેવગને હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “સાચું કહું તો બેમાંથી એક વ્યક્તિએ બોલવું જોઈએ. બંને મૌન રહેશે તો સમસ્યા થશે. તો કાજોલ બોલે છે અને હું મૌન રહું છું.

7/8
'મને ખબર નથી કે હું તેના તરફ કેવી રીતે આકર્ષાયો'
'મને ખબર નથી કે હું તેના તરફ કેવી રીતે આકર્ષાયો'

અજય દેવગણ કહે છે કે તેને ખબર નથી કે તેને કાજોલ તરફ શું આકર્ષિત કર્યું. આ બધું કુદરતી રીતે થયું. અજય દેવગને કહ્યું હતું કે, મને ખબર નથી કે હું તેના તરફ કેવી રીતે આકર્ષાયો. સત્ય એ છે કે આપણે બેમાંથી કોઈને ખબર નથી. અમે વાત કરવાનું શરૂ કર્યું, મિત્રો બન્યા અને પછી અમે લગ્ન કરવાનું નક્કી કર્યું. અમે એકબીજાને પ્રપોઝ પણ નથી કર્યું. બધું કુદરતી રીતે થયું.

8/8
દંપતીને બે બાળકો છે
દંપતીને બે બાળકો છે

અજય દેવગન અને કાજોલના લગ્ન 1999માં થયા હતા. દંપતીને બે બાળકો છે - પુત્રી નીસા અને પુત્ર યુગ. કાજોલ અભિનેત્રી તનુજા અને નિર્દેશક શોમુ મુખર્જીની પુત્રી છે. તે જ સમયે, અજય દેવગનના પિતાનું નામ વીરુ દેવગન છે, જેઓ હિન્દી ફિલ્મોમાં સ્ટંટમેન રહી ચૂક્યા છે.





Read More