મુંબઈઃ ટીવી સીરિયલ શાકાલાકા બૂમ બૂમથી પ્રખ્યાત થયેલી અભિનેત્રી હંસિકા મોટવણીનો આજે જન્મદિવસ છે. જે મોકા પર તેને ગ્લેમરસ ફોટોસ સાથે વાંચોની તેની લાઈફ વિશે અજાણી વાતો.
મુંબઈમાં સિંધી પરિવારમાં જન્મેલી હંસિકા મોટવાણીએ પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી સિરીયલ શાકાલાકા બૂમ બૂમથી કરી હતી. જેમાં તેના રોલને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. જે બાદ તેણે બાળ કલાકાર તરીકે કોઈ મિલ ગયા ફિલ્મ પણ કરી.
કોઈ મિલ ગયાના થોડા સમય બાદ હંસિકા પડદા પરથી ગાયબ થઈ ગઈ હતી. અને જ્યારે તે પાછી આવી ત્યારે અચાનક મોટી થઈને આવી હતી. જેનાથી લોકો શોક થઈ ગયા હતા.
આક્ષેપો તો એવા પણ થયા હતા કે હિમેશ રેશમિયાની ફિલ્મ આપકા સુરૂરમાં મોટી દેખાવા માટે હંસિકાની માતાએ તેને હોર્મોનલ ઈન્જેક્શન અપાવ્યા હતા.
ઈન્જેક્શનના કારણે બાદમાં હંસિકાનું વજન વધવા લાગ્યું હતું. જેથી તેને બોલીવુડમાં રોલ નહોતા મળતા. બાદમાં તે દક્ષિણની ફિલ્મોમાં કામ કરવા લાગી.
હંસિકા સાઉથ સિનેમાની ટોચની અભિનેત્રીઓમાંથી એક છે. બોલીવુડમાં તેણે કેટલીક ફિલ્મો કરી પરંતુ તે ખાસ સફળ ન થઈ. એટલે તે સાઉથની ફિલ્મો તરફ વળી ગઈ.
હંસિકાએ 60થી વધુ ફિલ્મો કરી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો હંસિકા એક જાણીતા પોલિટિશિયનના દીકરાને ડેટ કરી રહી છે. જેમની જલ્દી જ સગાઈ થઈ શકે છે.