BB Highest Paid Contestants: સામાન્ય રીતે બીગ બોસમાં એવા લોકોને પસંદ કરવામાં આવે છેકે, જેઓ જાહેર જીવન સાથે સંકળાયેલાં હોય. એટલું જ નહીં જે હસ્તીઓ કોઈકને કોઈક વિવાદમાં ઘેરાયેલી હોય કે પછી કોઈકને કોઈક કારણોથી હંમેશા ચર્ચામાં રહેતી હોય. ત્યારે એવી જ કેટલીક હસ્તીઓએ બીગમાં જઈને ટીવી સામે ખોટા ઝઘડા કરીને કરી લીધી કરોડો રૂપિયાની કમાણી....
કરિશ્મા તન્ના, જે બિગ બોસ સીઝન 8 નો ભાગ હતી, તે બિગ બોસની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. રિપોર્ટ્સ અનુસાર, કરિશ્માએ એક એપિસોડ માટે 10 લાખ રૂપિયા સુધી ચાર્જ કર્યો હતો.
દીપિકા કક્કડ પણ આ શોની વિનર હતી અને કહેવાય છે કે આ લોકપ્રિય અભિનેત્રીએ શોમાં આવવા માટે ઘણી મોટી ફી લીધી હતી. ટોપ 5 હાઈએસ્ટ પેડ સ્પર્ધકોમાં દીપિકા પાંચમા નંબરે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તેણે એક એપિસોડ માટે 15 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા.
ટીવી એક્ટર કરણવીર બોહરા પણ બિગ બોસનો ભાગ રહી ચૂક્યો છે. તે 12મી સીઝનમાં જોવા મળ્યો હતો અને તેની ખૂબ ચર્ચા થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરણવીરે એક એપિસોડ માટે 20 લાખ રૂપિયા ફી લીધા હતા. એટલે કે જ્યારે તે શો છોડીને ઘરે ગયો ત્યારે તેની બેગ ખૂબ જ ભરેલી હતી.
જ્યારે શ્રીસંત અને ધ ગ્રેટ ખલી બંને બિગ બોસમાં આવ્યા હતા ત્યારે તેમણે ઘણી ફી પણ લીધી હતી.કહેવાય છે કે બંનેએ સમાન ફી લીધી હતી. તેણે એક એપિસોડ માટે 50 લાખ રૂપિયા ચાર્જ કર્યા હોવાનું કહેવાય છે. ખાસ વાત એ છે કે શ્રીસંત ફાઈનલ સુધી શોમાં રહ્યો, તેથી અંદાજ લગાવી શકાય કે તેણે કેટલી કમાણી કરી.
પામેલા એન્ડરસનને બિગ બોસના ઈતિહાસની સૌથી મોંઘી સ્પર્ધક માનવામાં આવે છે. રિપોર્ટ્સનું માનીએ તો પામેલા રોજના 66-83 લાખ રૂપિયા ચાર્જ કરે છે અને આ રીતે તેણે ત્રણ દિવસમાં 2 થી 2.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હવે માત્ર બિગ બોસના મેકર્સ અને સ્પર્ધકો જ જાણે છે કે આ વાતોમાં કેટલું સત્ય છે, પરંતુ રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવ્યો છે.