ુડમાં એવા અનેક ગીતો બન્યા છે જે આગળ જઈને આકોનિક બની ગયા, જેને દરેક પેઢીના લોકો પસંદ કરે છે, આજે પણ આ ગીતો લોકો સાંભળવાનું પસંદ કરે છે. ...
ગીતોમાં દરેક પ્રકારના રંગ અને ઈમોશન જોવા મળે છે. કેટલાકને સોફ્ટ મ્યૂઝિક પસંદ હોય છે તો કેટલાક પોપ મ્યૂઝિકના દીવાના હોય છે. કેટલાક તો મિક્સ બીટ પસંદ કરતા હોય છે. જો તમે પણ એવા લોકોમાં સામેલ હોવ તો આજે અમે તમને એક એવું જ ગીત વિશે જણાવીશું જેણે 27 વર્ષ પહેલા આવતાની સાથે જ તહેલકો મચાવ્યો હતો. જે પણ આ ગીતને એકવાર સાંભળી લે તે દીવાના થઈ જતા હતા. કમાલની વાત એ છે કે આજે પણ લોકો આ ગીતને એટલું જ પસંદ કરે છે જેટલું 90ના દાયકામાં લોકો કરતા હતા.
અમે અહીં 1998માં આવેલી સેમી હિટ ફિલ્મ ચાઈના ગેટના સૌથી ફેમસ ગીત છમ્મા છમ્મા વિશે વાત કરી રહ્યા છીએ. જેમાં ઉર્મિલા માર્તોંડકરે પોતાની મદમસ્ત અદાઓ અને શાનદાર પરફોર્મન્સથી લોકોના દિલ જીતી લીધા હતા. આજે પણ આ ગીતને ઉર્મિલા માર્તોંડકરના સૌથી હિટ અને આઈકોનિક ગીતોમાં ગણવામાં આવે છે. આ ગીતની મદમસ્ત ધૂન, જોશીલો ડાન્સ અને મ્યૂઝિકે લોકોને દીવાના કરી નાખ્યા હતા. તે સમયે આ ગીત દરેક લગ્ન પ્રસંગ, પાર્ટીઓ અને ડીજે પર જરૂર તમને સાંભળવા મળી જાય અને આજે પણ સાંભળવા મળે છે.
આ ગીતની ખાસ વાત એ હતી કે તેમાં દેસી અને વેસ્ટર્ન મ્યૂઝિકનો જબરદસ્ત મેળ સાંભળવા મળે છે. જે યુવાઓને ખુબ ગમે છે. જેવું ગીત વાગતું કે લોકો આપોઆપ નાચવા લાગતા હતા અને આજે પણ તેનો જાદુ એવો જ યથાવત છે. આ ગીત અલકા યાજ્ઞિકે ગાયું હતું અને મ્યૂઝિક અનુ મલિકે આપ્યું હતું. જે તે સમયે બોલીવુડના જાણીતા સંગીતકાર હતા. તેમણે દેસી બીટ્સ અને વેસ્ટર્ન મ્યૂઝિકનું શાનદાર ફ્યૂઝન તૈયાર કર્યું હતું.
આ ગીતના બોલ સમીરે લખ્યા હતા અને તેઓ તે સમયમાં એક જાણીતા ગીતકાર હતા. છમ્મા છમ્મા બાજે રે મેરી પાયલિયા....જેવા બોલ લોકોની જીભે ચડી ગયા હતા. આ ત્રણેયની મહેનતથી આ ગીત એક સુપરહિટ આઈટમ નંબર બની ગયું હતું. આ ગીતે 90ના દાયકામાં જબરદસ્ત ધૂમ મચાવી હતી. રેડિયો હોય કે મ્યૂઝિક ચેનલ કે કેસેટ દરેક જગ્યાએ આ ગીત વાગતું હતું. ઉર્મિલા માર્તોંડકરનો ડાન્સ, તેના આઉટફીટ અને એનર્જીએ આ ગીતને ખાસ બનાવી દીધુ હતું. આ ગીત એટલું જબરદસ્ત હિટ થયું હતું કે ત્યારબાદ બોલીવુડનું આ ગીત હોલિવુડની ફિલ્મ 'મૌલિન રૂઝ'માં પણ ઉપયોગમાં લેવાયું હતું.
આજે પણ આ ગીત પર બનેલા ડાન્સ વીડિયો અને રીલ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તેને રેટ્રો પાર્ટીઝ અને નોસ્ટેલ્જિક મ્યૂઝિક લિસ્ટમાં આજે પણ જગ્યા મળે છે. અત્રે જણાવવાનું કે ચાઈના ગેટ એક એક્શન ડ્રામા ફિલ્મ હતી જેને રાજકુમાર સંતોષીએ ડાયરેક્ટ કરી હતી. જેમાં નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, અમરીશ પુરી, ડેની, જેવા મોટા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મની કહાની કેટલાક રિટાયર્ડ આર્મી ઓફિસરો પર હતી જે એક ગામને ડાકુઓથી બચાવવાનું મિશન લે છે. 20 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મનું કલેક્શન સરેરાશ હતું પરંતુ આ ગીતે તેને સેમી હિટ બનાવી હતી.