સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દરરોજ તેના ગ્રાહકો માટે મોટી ઓફરો લઈને આવી રહી છે. વપરાશકર્તાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, BSNL હવે બીજી શાનદાર પ્રિપેઇડ રિચાર્જ યોજના લઈને આવ્યું છે.
અમારી સહયોગી વેબસાઇટ bgr.in મુજબ, BSNL એક નવી પ્રીપેઇડ રિચાર્જ યોજના (Prepaid Recharge Plan) લાવી છે. આ રિચાર્જની કિંમત 398 રૂપિયા છે. આ યોજનામાંની તમામ સુવિધાઓ અનલિમિટેડ છે.
BSNL ની આ યોજનામાં, વપરાશકર્તાઓને હવે ઇન્ટરનેટ ડેટાના નુકસાનની ચિંતા કરવાની રહેશે નહીં. 398 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ ડેટા આપવામાં આવી રહ્યો છે. આ યોજનામાં ડેટાની કોઈ લિમિટ નથી.
398 રૂપિયાના પ્લાનમાં પ્રીપેઇડ ગ્રાહકોને BSNL અનલિમિટેડ કોલિંગ સુવિધા પણ આપી રહી છે. BSNL ગ્રાહકો કોઈપણ મોબાઇલ નેટવર્કમાં અનલિમિટેડ કોલ કરી શકે છે.
આ પ્લાનની વેલિડિટી 30 દિવસ છે. યૂઝર્સ તે દરમિયાન તમામ સુવિધાઓનો અનલિમિટેડ ફાયદો ઉઠાવી શકે છે.
રિપોર્ટ અનુસાર આ પ્લાનનો લાભ તમિલનાડુ, ચેન્નાઈ ટેલિકોમ સર્કલ ઉપરાંત પસંદગીના સર્કલના યૂઝર્સ લઇ શકે છે.