Budget 2024, Costlier and Cheaper Items: મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે રજુ થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજુ કર્યું. નાણામંત્રી તરીકે તેમણે સતત સાતમીવાર બજેટ રજુ કર્યું છે. બજેટમાં અલગ અલગ સેક્ટરો માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ આમ આદમીના ખિસ્સા પર કેટલો ભાર વધ્યો અને કેટલો ઘટ્યો તે ખાસ જાણવું જરૂરી છે. સરકારે અનેક ચીજો પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી છે જેમાં મુખ્ય રીતે કેન્સરની દવાઓને રાહત આપી છે. જાણો શું સસ્તું થયું અને શું મોંઘુ થયું.
સરકારે અનેક ચીજો પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી છે જેમાં મુખ્ય રીતે કેન્સરની દવાઓને રાહત આપી છે. જાણો શું સસ્તું થયું અને શું મોંઘુ થયું.
નાણામંત્રીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે કેન્સરની દવાઓ સસ્તી થશે. મોબાઈલ અને મોબાઈલ ચાર્જર સહિત અન્ય ઉપકરણો પર BCD 15 ટકા ઘટાડવામાં આવી છે. આ ઉપરાંત સરકારે સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઓછી કરીને હવે 6 ટકા કરી છે. ત્યારબાદ હવે સોના અને ચાંદીના ભાવ ઘટશે. આ ઉપરાંત લેધર અને ફૂટવિયર પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવી છે.
બીજી બાજુ ટેલિકોમ ઉપકરણો મોંઘા થશે કારણ કે તેના પર લાગનારી કસ્ટમ ડ્યુટીને 15 ટકા કરી દેવામાં આવી છે.
સોનું અને ચાંદી, પ્લેટિનમ પર કસ્ટમ ડ્યુટી ઘટી, કેન્સરની દવાઓ, મોબાઈલ-ચાર્જર, માછલીનું ભોજન, ચામડાની બનેલી વસ્તુઓ રસાયણ અને પેટ્રોકેમિકલ, પીવીસી ફ્લેક્સ બેનર