નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં દેશનું કેન્દ્રીય બજેટ રજુ કર્યું. આ બજેટમાં યુવાઓથી લઈને મહિલાઓ પર ફોકસ રાખવામાં આવ્યું છે. જ્યારે ગરીબ, મિડલ ક્લાસ, ખેડૂતો માટે પણ આ બજેટમાં ખાસ ભેટ આપવામાં આવી છે. આ વખતના બજેટમાં સરકારે મોંઘવારી અને ટેક્સ મોરચે હેરાન થતા લોકોને રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે. બજેટ પહેલા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો અને હવે એ જાણો કે બજેટની જાહેરાતોથી કઈ વસ્તુ મોંઘી થશે અને કઈ સસ્તી થઈ શકે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025-26 રજૂ કરતા અનેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટીમાં કાપની જાહેરાત કરી. જેનાથી કેટલીક વસ્તુઓના ભાવ ઘટવાની આશા છે. ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્સ, દવાઓ, અને ઈલેક્ટ્રિક ગાડીઓ સંલગ્ન વસ્તુઓ હવે સસ્તી થશે.
બજેટમાં ઈલેક્ટ્રોનિક્સ આઈટમો, દવાઓ, કેન્સરની દવાઓ, કેટલીક જીવનરક્ષક દવાઓ, ઈલેક્ટ્રિક ગાડીઓ, લિથિયમ બેટરી પર છૂટથી લિથિયમ આયર્ન બેટરી સસ્તી થશે, મોબાઈલ બેટરી, ફિશ પેસ્ટ, ચામડાની વસ્તુઓ, ભારતમાં બનેલા કપડાં, LED/LCD ટીવી, મેડિકલ ઉપકરણો. સરકારે દવાઓ પર કસ્ટમ ડ્યૂટી ઓછી કરી છે. જેમાં કેન્સરની દવાઓ પણ સામેલ છે. કેન્સર અને ગંભીર બીમારીઓથી પીડાતા લોકો માટે 56 દવાઓ પરથી કસ્ટમ ડ્યૂટી હટાવવામાં આવશે. નાણામંત્રીએ ઈલેક્ટ્રોનિક આઈટમો પર કસ્ટમ ડ્યૂટી 5 ટકા કરવાની વાત કરી છે. ખાસ કરીને ટીવી અને મોબાઈલ ફોનના ઓપન સેલ અને અન્ય કમ્પોનન્ટ્સ પર બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરાયો છે. જેનાથી ભાવ ઘટી શકે છે.
સરકારે કોબાલ્ટ પાઉડર, લિથિયમ આયર્ન બેટરીના સ્ક્રેપ, લીડ ઝિંક, અને અન્ય 12 ખનિજોને પણ બેઝિક કસ્ટમ ડ્યૂટીમાંથી છૂટ આપવાની જાહેરાત કરી છે. જેનાથી બેટરી અને ખનિજ બેઝ પ્રોડક્ટ્સના ભાવ ઘટશે.
ફ્લેટ પેનલ ડિસ્પ્લે, ટીવી ડિસ્પ્લે, ફેબરિક (Knitted Fabrics)
2024ના બજેટમાં સોના અને ચાંદીની કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવી હતી જો કે આ વખતે બજેટમાં તેમાં કોઈ ફેરફાર કરાયો નથી. આવામાં સોના અને ચાંદીના ભાવ પર બજેટની કોઈ અસર નહીં પડે.