Budh Ast 2025: વર્ષ 2025 માં બુધ ગ્રહ 3 વખત અસ્ત થઈને ઉદિત થશે. હાલ બુધ ગ્રહ અસ્ત અવસ્થામાં છે. 22 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉદિત થયા પછી બુધ ગ્રહ ફરીથી અસ્ત 18 માર્ચ 2025 ના રોજ થશે. ત્યારબાદ બુધ ગ્રહ 15 મે 2025 ના રોજ અસ્ત થશે અને 25 દિવસ સુધી અસ્ત રહ્યા બાદ 8 જૂને ઉદય થશે. બુધ ગ્રહ 80 દિવસ અસ્ત રહીને પણ 5 રાશિના લોકોને લાભ કરાવશે.
મેષ રાશિના લોકો માટે બુધ ગ્રહનો અસ્ત હોવાનો સમય વિશેષ રીતે લાભકારી રહેશે. કારકિર્દી અને વ્યવસાયમાં નવી તક પ્રાપ્ત થશે. અટકેલા પ્રોજેક્ટ પૂરા થશે. આ સમય દરમિયાન ધન લાભ થવાની પણ સંભાવના.
કર્ક રાશીના લોકો માટે સમય સકારાત્મક રહેશે. પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ વધશે. જુના મતભેદ દૂર થશે. વેપારમાં વૃદ્ધિ થશે. રીયલ સ્ટેટ અને શિક્ષણ સાથે જોડાયેલા લોકો માટે સમય લાભકારી.
કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. બુધ ગ્રહના અસ્ત થવાથી આ રાશિને શુભ ફળ મળશે. સ્વાસ્થ્ય સુધરશે અને માનસિક શાંતિ. કરિયરમાં પ્રગતિ થશે. ધનનો પ્રવાહ વધશે. રોકાણ ફાયદાકારક રહેશે.
તુલા રાશિના લોકોને પણ બુધ લાભ કરાવશે. સંબંધોમાં સુધાર થશે. નાણાકીય બાબતોમાં લાભ થશે. વેપાર સાથે જોડાયેલા લોકો માટે શુભ સમય.
મકર રાશિ માટે બુધ ધન અને કારકિર્દીમાં ઉન્નતિ કરાવનાર સાબિત થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે નવી જોબ મળી શકે છે. પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય.