PHOTOS

Budh Gochar 2023: 24 જૂને સ્વરાશિ મિથુનમાં પ્રવેશ કરશે બુધ, 14 દિવસ 5 રાશિઓના ઘરમાં થશે ધનના ઢગલા

Budh Gochar 2023: બુધને ગ્રહોના રાજકુમાર કહેવાય છે. તે તર્ક અને બુદ્ધિના કારક છે. 24 જૂને બપોરે 12.35 કલાકે બુદ્ધ સ્વરાશિ મિથુનમાં પ્રવેશ કરશે. બુધ મિથુન રાશિમાં 8 જુલાઈ સુધી રહેશે ત્યાર પછી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. બુધનો મિથુન રાશિમાં પ્રવેશ થશે ત્યારે સૂર્યદેવ પણ આ રાશિમાં હશે જેના કારણે બુધાદિત્ય યોગ સર્જાશે. બુધાદિત્ય યોગના કારણે કેટલીક રાશિના જાતકોના જીવનમાં અનુકૂળ સ્થિતિ સર્જાશે. આ યોગની અસર બધી જ રાશિના લોકો પર થશે પરંતુ પાંચ રાશિ એવી છે જેમનું ભાગ્ય ચમચી જશે. આ પાંચ રાશિના લોકોને 14 દિવસમાં અચાનક ધનલાભ થશે.

Advertisement
1/5
વૃષભ રાશિ
વૃષભ રાશિ

આ રાશિને બુધ ગોચરથી પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. નોકરી કરતા લોકો માટે આ સુવર્ણ સમય હશે. અટકેલું પ્રમોશન મળી શકે છે. નોકરીમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તમને સહકર્મીઓ અને વરિષ્ઠો તરફથી પ્રશંસા સાંભળવા મળશે.

2/5
મિથુન રાશિ
મિથુન રાશિ

લેખન, કલા અને મીડિયા સાથે જોડાયેલા આ રાશિના લોકો માટે પ્રગતિનો માર્ગ મોકળો થશે. મિથુન એ બુધ ગ્રહની સ્વરાશિ છે. તેથી આ રાશિને બુધાદિત્ય યોગ મહત્તમ ફાયદો કરાવશે. બુધના રાશિ પરિવર્તનથી તેમની કારકિર્દી ઝડપથી ગતિ કરશે. આગામી 14 દિવસમાં આ રાશિને ઘણી સફળતા મળશે.

Banner Image
3/5
સિંહ રાશિ
સિંહ રાશિ

બુધના રાશિ પરિવર્તનના કારણે આ રાશિને આર્થિક લાભ મળી શકે છે. જેના કારણે આવકના સ્ત્રોત વધશે. તમે કરેલા રોકાણોથી તમને ફાયદો થશે. નવી નોકરી શોધી રહેલા લોકોની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. તમને નવી નોકરીઓ માટે ઓફર લેટર પણ મળી શકે છે.

4/5
કન્યા રાશિ
કન્યા રાશિ

આ રાશિ પરિવર્તનથી તમારી બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે. તમે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ જોઈ શકો છો. તમને પગાર વધારા સાથે પ્રમોશન મળી શકે છે. કોઈ કોર્ટ કેસ ચાલતો હશે તો તમારા પક્ષમાં નિર્ણય આવી શકે છે. ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે.

5/5
તુલા રાશિ
તુલા રાશિ

બુધના આ રાશિ પરિવર્તનથી પ્રેમ સંબંધમાં સફળતા મળી શકે છે. લવ લાઈફની વાત લગ્ન સુધી પહોંચી શકે છે. તમને દરેક પ્રકારના ભૌતિક સુખ પ્રાપ્ત થશે. વેપાર કરતાં લોકો માટે સમય સાનુકૂળ રહેશે. તમને મોટો નફો મળશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)





Read More