PHOTOS

1 ઓક્ટોબરથી ચમકશે આ 5 રાશિઓનું ભાગ્ય, સૂતેલા નસીબને જગાડશે બુધ દેવ

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ચાલમાં બદલાવ ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોની ચાલમાં થતા ફેરફારથી દરેક જાતકો પર અસર પડે છે. કેટલાક જાતકોને શુભ તો કોઈને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. 1 ઓક્ટોબરે બુધ દેવ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. બુધ દેવના રાશિ પરિવર્તનથી કેટલાક જાતકોને જબરદસ્ત લાભ થશે. આવો જાણીએ બુધના કન્યા રાશિમાં પરિવર્તનથી ક્યા જાતકોને મહાલાભ થશે. 

Advertisement
1/5
વૃષભ રાશિ
 વૃષભ રાશિ

કાર્યોમાં સફળતા મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે. ધન લાભ થશે.  દાંપત્ય જીવનમાં શાંતિ રહેશે.  ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે.  તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરવામાં આવશે. 

2/5
સિંહ રાશિ
 સિંહ રાશિ

આર્થિક પક્ષ મજબૂત થશે. આવકના સ્ત્રોતમાં વધારો થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરશો.  શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ સમય ખુબ સારો રહેવાનો છે.  કાર્યસ્થળ પર તમે કરેલા કામના વખાણ થશે. વેપાર માટે આ સમય શુભ રહેવાનો છે. 

Banner Image
3/5
કન્યા રાશિ
 કન્યા રાશિ

સ્વાસ્થ્યમાં સુધાર થશે. જીવનસાથીની સાથે સમય પસાર કરશો. નવુ કાર્ય શરૂ કરવા માટે શુભ સમય છે. કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે. ધાર્મિક કાર્યોમાં સામેલ થશો. માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થવાનો યોગ બની રહ્યો છે.   

4/5
મકર રાશિ
 મકર રાશિ

ભાગ્યનો સાથ મળશે મકર રાશિના જાતકો માટે આ સમય વરદાન સમાન છે. શત્રુઓથી મુક્તિ મળશે. મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો સમય શુભ રહેશે. નોકરી તથા વેપારમાં સફળતા પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે. 

5/5
કુંભ રાશિ
 કુંભ રાશિ

ઉત્તમ વિદ્યા, ડિગ્રીમાં તણાવની સાથે વધારો વાણી વ્યવસાય સાથે જોડાયેલા લોકોને લાભ ઘરેલૂ સુખ તથા માતાના સ્વાસ્થ્યમાં સુધાર ગૃહ તથા વાહન સુખમાં વૃદ્ધિ બૌદ્ધિક ક્ષમતા તથા લેખન શક્તિમાં વધારો સંતાનને લઈને થોડી ચિંતા ઓછી થશે.

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)





Read More