PHOTOS

27 નવેમ્બરે ગ્રહોના રાજકુમારનું મોટુ પરિવર્તન, આ 4 રાશિના જાતકો થઈ જશે માલામાલ

Budh Rashi Parivartan: ગ્રહોની ચાલ બદલવાથી દરેક રાશિના જાતકો પર અસર પડે છે. બુધના ધન રાશિમાં પ્રવેશ કરવાથી કેટલાક જાતકોને જબરદસ્ત લાભ મળશે તો કેટલાક જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.
 

Advertisement
1/6
બુધ ગોચર
બુધ ગોચર

બુધદેવ 27 નવેમ્બરે રાશિ પરિવર્તન કરવાના છે. આ દિવસે બુધ દેવ વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષમાં બુધ દેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોના રાશિ પરિવર્તનથી દરેક જાતકો પર અસર પડે છે. બુધના ધન રાશિમાં પ્રવેશ કરવાથી કેટલાક જાતકોને જબરદસ્ત લાભ થશે તો કેટલાક જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. આજે અમે તમને બુધના રાશિ પરિવર્તનથી કયાં જાતકોને લાભ થશે તેના વિશે જણાવીશું. 

2/6
વૃષભ રાશિ
 વૃષભ રાશિ

સંપત્તિના વેપાર વગેરેથી લાભ થશે. આ સફળતાનો દિવસ છે, આ કાર્યો પૂરા કરવાનો યોગ છે. તમને ભાગીદારીથી ફાયદો થશે. દરરોજના કામમાં ફાયદો થશે. પારિવારિક સમસ્યાઓના સમાધાનની તક મળશે. માન-સન્માનમાં વધારો થશે. અધિકારીઓ પ્રસન્ન રહેશે. તમને આર્થિક લાભ થવાની આશા છે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે.   

Banner Image
3/6
સિંહ રાશિ
 સિંહ રાશિ

ભાગ્યનો સાથ રહેશે. અટવાયેલા પૈસા પાછા મળશે. બીમારી વગેરેની જાણકારી મળશે પરંતુ જલ્દી તેનાથી રાહત મળશે. કોઈ નવી યોજના બનશે, જે ભવિષ્યમાં લાભ આપશે. તમે કોઈ જમીન-સંપત્તિનો સોદો કરી શકો છો. ખરીદ-વેચાણમાં તમને લાભ થઈ શકે છે.

4/6
કન્યા રાશિ
કન્યા રાશિ

તમારા દ્વારા લેવાયેલા નિર્ણયથી મોટો લાભ થશે. તમારા જૂના કાર્યો પૂરા થશે. ધન લાભ થઈ શકે છે. લોકોનું દેવુ પણ ચુકવશો. ઓફિસમાં અધિકારીઓ સાથે સારૂ રહેશે. ખુશીઓનો માહોલ રહેશે. કોઈ શુભ સમાચાર મળી શકે છે. પરિવારની સાથે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો. 

5/6
ધન રાશિ
ધન રાશિ

જમીન અને સંપત્તિના કામોથી ધન લાભ થશે. નવી યોજનાઓ બનશે પરંતુ પૂર્ણ થઈ શકશે નહીં. પરંતુ આ દિવસ તમારા માટે સારો છે. અધિકારીઓ સાથે સંબંધ સારો થશે. આ દિવસ કારોબારની દ્રષ્ટિએ સારો છે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે.

6/6

આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે નિષ્ણાંતની સલાહ લઈ શકો છો





Read More