Budh Shukra Yuti: માર્ચમાં બુધ ગોચર કરવાથી પોતાની રાશિ મીનમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જ્યારે શુક્ર પણ મીનમાં ગોચર કરશે. બુધ-શુક્રની યુતિથી બની રહેલ નીચભંગ રાજયોગ 3 રાશિઓની કિસ્મતને ચાર ચાંદ લગાવી દેશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરે છે. ગ્રહોના ગોચરથી અનેક યુતિ પણ બને છે. માર્ચમાં બુધ અને શુક્રની યુતિ બની રહી છે, જેનાથી બની રહેલ દુર્લભ ડબલ નીચભંગ રાજયોગ કેટલાક જાતકોનું ભાગ્યોદય કરશે. ચાલો જાણીએ કઈ છે આ 3 રાશિઓ.
વૃષભ રાશિના જાતકો માટે ડબલ નીચભંગ રાજયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને વારંવાર આકસ્મિત ધનલાભ થઈ શકે છે. શેરબજાર અને લોટરીથી લાભ થશે. અટવાયેલા રૂપિયા પાછા મળી શકે છે. કહી શકીએ છીએ કે તમે નોટોમાં રમશો.
ડબલ રાજયોગ સિંહ રાશિના જાતકોને ઘણી સમસ્યાઓથી રાહત અપાવશે. આર્થિક તંગી દૂર થશે. બેરોજગારોને રોજગાર મળી શકે છે. અટવાયેલું ધન પાછું મળી શકે છે. રોકાણ કરી શકે છે. વેપારી માટે સમય શુભ છે. દેશ-વિદેશમાં પ્રવાસ કરી શકે છે.
કુંભ રાશિના જાતકો માટે ડબલ નીચભંગ રાજયોગ ખૂબ જ અનુકૂળ ફળ આપશે. જમીન અને મિલકત મળી શકે છે. રોકાણથી લાભ થશે. નોકરી હોય કે બિઝનેસ પ્રગતિની યોગ બનશે. આધ્યાત્મિક પ્રગતિ થશે.
(Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી.)