PHOTOS

Budh Uday 2023: 12 જાન્યુઆરીથી આ 3 રાશિના જાતકોનો થશે જબરદસ્ત ભાગ્યોદય, છપ્પર ફાડ ધનવર્ષા થશે!

 ધન, વેપાર, બુદ્ધિ, સંવાદના કારક ગ્રહ બુધનો 12 જાન્યુઆરી 2023થી ઉદય થઈ રહ્યો છે. ધનુ રાશિમાં બુધ ઉદયની અસર તમામ લોકોના જીવન પડશે પણ કેટલીક રાશિઓ માટે તે ખુબ જ શુભ રહેશે. 

Advertisement
1/4
જાન્યુઆરીમાં બુધ ઉદય
જાન્યુઆરીમાં બુધ ઉદય

Mercury Rise 2023: વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહ નિશ્ચિત સમયમાં રાશિ પરિવર્તન કરે છે. યુતિ કરીને શુભ-અશુભ યોગ બનાવે છે. આ ઉપરાંત જ્યારે કોઈ ગ્રહ સૂર્યની એકદમ નજીક આવે છે ત્યારે તે અસ્ત થઈ જાય છે એટલે કે તે ગ્રહનો પ્રભાવ ઓછો થઈ જાય છે. જેના કારણે તે જીવન પર ખરાબ અસર કરવા લાગે છે. ધન, વેપાર, બુદ્ધિ, સંવાદના કારક ગ્રહ બુધનો 12 જાન્યુઆરી 2023થી ઉદય થઈ રહ્યો છે. ધનુ રાશિમાં બુધ ઉદયની અસર તમામ લોકોના જીવન પડશે પણ કેટલીક રાશિઓ માટે તે ખુબ જ શુભ રહેશે. તેમને કરિયરમાં પ્રગતિ અને વેપારમાં મોટો લાભ કરાવશે. બુધનો ઉદય કઈ રાશિવાળા માટે શુભ સાબિત થશે તે ખાસ જાણો. 

2/4
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ

વર્ષ 2023ની શરૂઆતમાં જ બુધ ગ્રહનો ઉદય વૃશ્ચિક રાશિના જાતકો માટે ખુબ શુભ સાબિત થશે. આ જાતકોને ધનના મામલે તગડો લાભ થશે. પૈસા કમાવવાની નવી નવી રીતો સામે આવી શકે છે. રોકાણથી સારો એવો લાભ થઈ શકે છે. યોગ્ય ગણતરીથી કરાયેલું જોખમભર્યું કામ પણ ફાયદો કરાવી શકે છે. વાણીના દમ પર કામ થશે.   

Banner Image
3/4
કુંભ રાશિ
કુંભ રાશિ

બુધ ગ્રહનો ઉદય કુંભ રાશિના જાતકોની આવકમાં જબરદસ્ત વધારો કરાવી શકે છે. આવકના નવા સ્ત્રોત સર્જાશે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. કરજ ચૂકવી શકશો. રોકાણમાં સારું રિટર્ન મળી શકે છે. બધુ મળીને આર્થિક મામલાઓમાં લાભ અને રોકાણનો સમય રહેશે. 

4/4

બુધ ગ્રહનો ઉદય મીન રાશિવાળાને કરિયરમાં મોટો લાભ કરાવશે. નોકરી અને વેપારવાળા બંને માટે સમય સારો રહેશે. નોકરી કરનારાઓને મનગમતી પદોન્નતિ, ઈન્ક્રિમેન્ટ મળી શકે છે. નવી નોકરી પણ મળી શકે છે. બેરોજગારોને નોકરી મળી શકે છે. બિઝનેસમાં લાભ થશે. કારોબાર વધારવા માટે સારો સમય છે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)  





Read More