PHOTOS

Burj Khalifa Owner : ના સુલતાન કે ના રાજા...તો પછી કોણ છે બુર્જ ખલીફાનો માલિક ?

Burj Khalifa Owner : દુનિયાની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા દુબઈની શાન છે. આ ગગનચુંબી ઈમારત તેની લક્ઝરી માટે પણ જાણીતી છે. અહીં એક બેડરૂમના એપાર્ટમેન્ટનું વાર્ષિક ભાડું 1.5 થી 1.8 લાખ દિરહામ છે, જે અંદાજે રૂ. 42 લાખ સુધી છે. તે વિશ્વની સૌથી મોંઘી રહેણાંક ઇમારતોમાંની એક છે. પરંતુ શું તમે જાણો છો કે આ આલીશાન ઈમારતનો અસલી માલિક કોણ છે ?
 

Advertisement
1/6

ઘણા લોકો મનમાં હશે કે બુર્જ ખલીફાનો માલિક કોઈ રાજા હશે અથવા તો સંયુક્ત આરબ અમિરાતનો કોઈ સુલ્તાન હશે, પરંતુ હકીકત આનાથી અલગ જ છે. આ બિલ્ડીંગનું નિર્માણ દુબઈની ફેમસ રિયલ એસ્ટેટ કંપની 'એમાર પ્રોપર્ટીઝ' દ્વારા કરવામાં આવ્યું છે. 

2/6

આ કંપનીના સ્થાપક અને માલિક મોહમ્મદ અલી અલબ્બર છે. જે દુબઈના મોટા બિઝનેસમેન અને રિયલ એસ્ટેટ ટાયકૂન છે. એટલે કે ટેકનિકલી બુર્જ ખલીફા તેમની કંપનીની મિલકત છે.

Banner Image
3/6

બુર્જ ખલીફાનું બાંધકામ 2004માં શરૂ થયું હતું અને તેને પૂર્ણ થતાં છ વર્ષ લાગ્યાં હતાં. તે સત્તાવાર રીતે 2010માં શરૂ થઈ હતી. તેની કુલ ઊંચાઈ 828 મીટર એટલે કે 2716.5 ફૂટ છે અને તેમાં કુલ 163 માળ છે. આ ગગનચુંબી ઈમારતમાં 58 હાઈ-સ્પીડ લિફ્ટ છે.

4/6

આ ઈમારત માત્ર તેની ઉંચાઈ માટે જ નહીં પરંતુ તેની અદ્ભુત સુવિધાઓ માટે પણ પ્રખ્યાત છે. તેમાં 304 લક્ઝરી હોટેલ રૂમ અને 900 હાઈ-એન્ડ એપાર્ટમેન્ટ્સ છે. એટલું જ નહીં, આ આખી બિલ્ડિંગની બહારની સફાઈ કરવામાં ત્રણ મહિનાનો સમય લાગે છે. દુબઈ ફાઉન્ટેન અને દુબઈ મોલ જેવા આકર્ષણો પણ બિલ્ડિંગની અંદર છે જે તેને વધુ ખાસ બનાવે છે.

5/6

આ બિલ્ડિંગની ગણતરી વિશ્વના સૌથી મોંઘા એપાર્ટમેન્ટ્સમાં થાય છે. રિપોર્ટ અનુસાર, બુર્જ ખલીફામાં પ્રોપર્ટીની કિંમત 3,000 દિરહામ પ્રતિ સ્ક્વેર ફૂટ એટલે કે લગભગ 70,000 રૂપિયા સુધી છે. 

6/6

એક બેડરૂમના એપાર્ટમેન્ટનું ભાડું 2015-16માં વાર્ષિક 1.8 લાખ દિરહામ (આશરે રૂ. 50 લાખ) સુધી હતું. 2024માં પણ વાર્ષિક 1.5 થી 1.8 લાખ દિરહામનું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે.





Read More