જો તમે મહિને 20000 રૂપિયા કમાતા હોવ અને એક કરોડ રૂપિયાનું ફંડ તૈયાર કરવા માંગતા હોવ તો શું કરવું? આ માટે કરોડપતિ બનાવાનો સારો ફોર્મ્યૂલા બુલ રન સ્ટ્રેટેજી (Bull run strategy) અપનાવવો જોઈએ. લાંબા સમય માટે રોકાણ કરવું જોઈએ. જેમાં રિટર્નનો કમાલ જોવા મળશે. આ સમગ્ર સમયગાળામાં તમને વ્યાજ પર વ્યાજ મળશે. જેટલું જલદી શરૂઆત કરશો એટલો વધુ ફાયદો થશે. કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ વ્યાજ)નો ફાયદો લેવા માટે નાની ઉંમરથી જ રોકાણ કરો. કરોડપતિ કેવી રીતે બની શકાય તેના માટે આ 6 સ્ટેપ્સની ગણતરી સમજો.
આ માટે પહેલું સ્ટેપ છે કે તમે 20000 રૂપિયાના પગારના 15 ટકા એટલે કે 3000 રૂપિયાનું રોકાણ કરો. SIP દ્વારા દર મહિને 3000 રૂપિયાનું રોકાણ કરવા લાગો.
આ માટે રોકાણનો સમયગાળો 30 વર્ષ જેટલો પસંદ કરો.
તમને સરેરાશ દર વર્ષે 12 ટકા જેટલું સરેરાશ વ્યાજ મળી શકે છે.
બધુ થઈને કુલ રોકાણ તમારે 10,80,000 રૂપિયા જેટલું કરવું પડે.
તમે કરેલા રોકાણનું તમને અંદાજિત 95,09,741 રૂપિયા મળી શકે છે.
20,000 રૂપિયાની સેલરીના 15 ટકા એટલે કે 3,000 રૂપિયાનું રોકાણ કરીને તમે જોઈ શકો છો કે 30 વર્ષના સમયગાળામાં તમારી પાસે SIP દ્વારા 1 કરોડ 5 લાખ 89 હજાર 741 રૂપિયા ભેગા થઈ શકે છે.