Cannes 2022 Looks: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે ભારતીય અભિનેત્રીઓનો જલવો જોવા મળ્યો છે. દીપિકા પાદુકોણથી લઈને ઉર્વશી રૌતેલા અને હિના ખાન સુધીની હસીનાઓએ સ્ટાઇલિશ અંદાજમાં કાન્સના રેડ કાર્પેટ પર જોવા મળી.
Deepika padukone: દીપિકા પાદુકોણ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની જ્યૂરીમાં સામેલ છે. તેનાથી ખ્યાલ આવે છે કે ભારતનું મહત્વ વધ્યુ છે. દીપિકા આ વખતે સ્ટાઇલિશ સાડી પહેરીને ઇવેન્ટમાં પહોંચી હતી. તેનો આ લુક વાયરલ થઈ ગયો છે. (ફોટોઃ સોશિયલ મીડિયા)
દીપિકા અત્યાર સુધી અલગ-અલગ આઉટફિટમાં જોવા મળી ચુકી છે. સાડી પહેલાં દીપિકાના આ અંદાજના બધા દીવાના બની ગયા. આ સ્ટનિંગ લુકમાં દીપિકાએ બધાને ચોંકાવી દીધા. (ફોટોઃ સોશિયલ મીડિયા)
Urvashi Rautela: કાન્સના રેડ કાર્પેટ પર ઉર્વશી રૌતેલાનો જલવો જોવા મળ્યો. સિન્ડ્રેલા ગાઉનમાં ઉર્વશી ગ્લેમરસ લાગી રહી છે અને તેનો આ લુક ચર્ચામાં છે. ઉર્વશી આ પહેલાં પણ કાન્સના રેડ કાર્પેટ પર જોવા મળી ચુકી છે. (ફોટોઃ સોશિયલ મીડિયા)
Tamannah Bhatia: બ્લેક અને વ્હાઇટ કોમ્બિનેશનના બોલ ગાઉનમાં તમન્ના ભાટિયા સુંદર લાગી રહી છે. હસીનાનો આ અંદાજ ફેનસ્ને ખુબ પસંદ આપ્યો છે. તેની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. (ફોટોઃ સોશિયલ મીડિયા)
Helly Shah:ટીવી અભિનેત્રી હેલી શાહ આ વખતે કાન્સમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તો ડેબ્યૂ પહેલા હેલી શાહ યેલો ડ્રેસમાંજોવા મળી. ન્યૂડ હીલ્સ અને સિમ્પલ મેકઅપ પર હેલીનો શોર્ટ ડ્રેસ કમાલનો હતો. હવે તેના રેડ કાર્પેટના લુકની રાહ જોવાઈ રહી છે. (ફોટોઃ સોશિયલ મીડિયા)