Janmashtami 2022: આજે સમગ્ર દેશમાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીનો જયઘોષ સાંભળવા મળી રહ્યો છે. કારણ કે આજે રાત્રે 12 વાગ્યે જગતના ગુરુ એવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો છે. ભગવાન દ્વારિકાધિશની નગરી દ્વારિકામાં જન્માષ્ટમીને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈન મંદિરમાં જોવા મળી રહી છે. તો રાજ્યના અન્ય બે પ્રસિદ્ધ મંદિરો ડાકોર અને શામળાજીમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.