Champions Trophy 2025 Prize Money: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું. ટીમ ઈન્ડિયા ત્રીજી વખત આ ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહી હતી. વર્ષ 2002 અને 2013 બાદ હવે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમે ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ટુર્નામેન્ટ જીતતાની સાથે જ ટીમ ઈન્ડિયા પર પૈસાનો વરસાદ થયો છે.
ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને તેનું ત્રીજું ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીત્યું. ચેમ્પિયન બનતા જ ભારતીય ટીમને લગભગ રૂપિયા 20 કરોડ (2.24 મિલિયન ડોવર)નું મોટું ઇનામ મળ્યું છે.
ન્યુઝીલેન્ડની ટીમ ફાઈનલ મેચ હારી હતી તેમ છતાં તે માલામાલ થઈ છે. કિવી ટીમને બીજા સ્થાને રહેવા બદલ ઇનામ તરીકે લગભગ રૂપિયા 10 કરોડ (1.12 મિલિયન ડોલર) મળ્યા છે.
ICC એ ટુર્નામેન્ટ માટે કુલ ઇનામ ફંડ તરીકે 6.9 મિલિયન ડોલર એટલે કે રૂપિયા 60 કરોડ ફાળવ્યા હતા. સેમિફાઈનલમાં હારેલી બંને ટીમોને ઈનામી રકમ તરીકે દરેકને લગભગ રૂપિયા 4.6 કરોડ મળ્યા હતા. આનો અર્થ એ થયો કે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા પણ ખાલી હાથ પાછા ફર્યા નથી.
પાંચમા અને છઠ્ઠા ક્રમે રહેલી ટીમોને પણ લગભગ રૂપિયા 2.9 કરોડ આપવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાન પાંચમા સ્થાને, જ્યારે બાંગ્લાદેશ સાતમા સ્થાને રહ્યું હતું.
સાતમા અને આઠમા સ્થાને રહેલી ટીમો પણ ખાલી હાથે પાછી ફરી નથી. યજમાન પાકિસ્તાન સાતમા સ્થાને રહ્યું અને તે પછી ઈંગ્લેન્ડને આઠમા સ્થાને રહ્યું હતું. બંને ટીમોને લગભગ રૂપિયા 1.1 કરોડ મળ્યા હતા.
દરેક ભાગ લેનારી ટીમને ઓછામાં ઓછા રૂપિયા 1 કરોડ આપવામાં આવ્યા હતા, આ ઉપરાંત દરેક ટીમને ગ્રૂપ સ્ટેજ મેચ જીતવા માટે વધારાના લગભગ રૂપિયા 28 લાખ આપવામાં આવ્યા હતા.