Champions Trophy : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલમાં ભારતીય ક્રિકેટ ટીમ પહોંચી ગઈ છે અને ટીમે હવે આગામી મેચ 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે રમશે. ત્યારે આ મેચ પહેલા ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે, ભારતીય ટીમનો સ્ટાર ઓપનર બીમાર થયો છે.
Champions Trophy : ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે અને ટીમે હવે તેની આગામી મેચ 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે રમવાની છે.
ટીમ ઈન્ડિયાએ આ મેચની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને બુધવારે ટીમે નેટમાં પ્રેક્ટિસ કરી હતી, પરંતુ આ દરમિયાન ભારતીય ટીમનો સ્ટાર ઓપનર પ્રેક્ટિસ દરમિયાન જોવા મળ્યા નહોતો.
ભારતીય ક્રિકેટ ટીમની દુબઈમાં અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. રવિવારે યજમાન પાકિસ્તાનને હરાવ્યા પછી, ભારતીય ટીમે બે દિવસ આરામ કર્યા બાદ બુધવારે પ્રેક્ટિસ માટે મેદાનમાં આવી હતી.
પિતાના નિધનને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત પહેલા દક્ષિણ આફ્રિકા ગયેલા બોલિંગ કોચ મોર્ને મોર્કેલ ટીમ સાથે જોડાયા છે. આ ઉપરાંત વાયરલ ફીવરથી પીડિત વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પણ ટીમ સાથે પ્રેક્ટિસ સેશનમાં જોડાયો હતો.
જો કે ટીમનો સ્ટાર યુવા ઓપનર શુભમન ગિલ ટીમ સાથે જોવા મળ્યો નહોતો. મીડિયા રિપોર્ટ અનુસાર, શુભમન ગિલ બીમાર છે અને તેના કારણે તે પ્રેક્ટિસમાં આવી શક્યો નથી. જો કે તેની સાથે શું થયું તે જાણી શકાયું નથી. આશા છે કે તે ત્રીજી મેચ પહેલા સ્વસ્થ થઈ જશે.
જો તે સ્વસ્થ નહીં થાય તો રાહુલ ઓપનિંગ કરી શકે છે અને રાહુલની જગ્યાએ પંત રમી શકે છે, તેથી જ પંતને સતત બેટિંગ પ્રેક્ટિસ કરાવામાં આવી હતી. દુબઈમાં ભારતીય ટીમે આઈસીસી એકેડમીમાં 3 કલાક પ્રેક્ટિસ કરી હતી.