છે. જો કે આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. આથી તેનો સૂતકકાળ પણ માન્ય ગણાશે નહીં. પરંતુ ચંદ્રગ્રહણનો તમામ રાશિના જાતકો પર પ્રભાવ પડી શકે...
વૃષભ રાશિવાળા માટે હોળી તમારા જીવનમાં અનેક સકારાત્મક ફેરફાર લઈને આવશે. તમને નવી નોકરી મળી શકે છે. ઊંચી પોઝિશન અને વધુ પગાર મળશે. વેપારીઓ માટે પણ તેજીવાળો સમય છે. જીવનમાં ખુશીઓ આવશે. તમે પાર્ટી અને શોપિંગ કરશો.
મિથુન રાશિવાળા માટે પણ ચંદ્રગ્રહણ મોટી સફળતાના યોગ લાવશે. જો કે મંગળ ગ્રહ તમને કરિયરમાં થોડો સંઘર્ષ કરાવશે પરંતુ અંતમાં બધુ સારું થશે. તમારા ભાઈ બહેનો સહયોગ કરી શકે છે. સંબંધો વધુ સારા થશે.
તુલા રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ ખુબ શુભ રહેશે. રાશિ પતિ શુક્રનું બુધ સાથે યુતિ કરીને છઠ્ઠા ભાવમાં હોવું એ તમને થોડી વધુ મહેનત જરૂર કરાવી શકે છે. પરંતુ બાદમાં તમને મોટી સફળતા મળી શકે છે. તમને કોઈ સારા સમાચાર મળશે. આવકમાં વધારો થશે.
ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશિવાળા વેપારીઓને ખુબ લાભ કરાવશે. તમારા નિર્ણય તમને ધનલાભ કરાવશે. કરિયરમાં પ્રગતિના યોગ છે. રાજકારણ સાથે જોડાયેલા જાતકો માટે સમય ખાસ શુભ છે.
ધનુ રાશિવાળા લોકો માટે ચંદ્રગ્રહણ કાર્યક્ષત્રે મોટી સફળતાના યોગ લાવી રહ્યું છે. તમને દરેક પગલે ભાગ્યનો સાથ મળશે. સરળતાથી બધા કામ બનશે. નોકરી કરનારાઓને પ્રભાવશાળી પદ મળી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)