વૈદિક પંચાંગ મુજબ ચંદ્રમા 5 એપ્રિલના રાતે 11.24 કલાકે કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 8 એપ્રિલ સુધી રહેશે. લગભગ 54 કલાક માટે મંગળ સાથે યુતિ કરશે જેનાથી મહાલક્ષ્મી યોગનું નિર્માણ થશે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં નવગ્રહમાં ચંદ્રમા સૌથી ઝડપી ગોચર કરતો ગ્રહ મનાય છે. તે એક રાશિમાં અઢી દિવસ સુધી રહે છે. આવામાં કોઈને કોઈ રાશિમાં ચંદ્રમાની યુતિ કોઈને કોઈ ગ્રહ સાથે થાય છે. જેનાથી શુભ અને અશુભ રાજયોગોનું નિર્માણ થાય છે. અત્રે જણાવવાનું કે આજે રાતે ચંદ્રમા કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ મંગળ ગ્રહ બિરાજમાન છે. આવામાં મંગળ અને ચંદ્રની યુતિ થઈ રહી છે. જેનાથી મહાલક્ષ્મી નામનો રાજયોગ બની રહ્યો છે. આ રાજયોગનું નિર્માણ થાથી કેટલીક રાશિના જાતકોને લાભ થશે. તો કેટલાકે સંભાળીને રહેવાની જરૂર છે. કર્ક રાશિમાં બની રહેલો મહાલક્ષ્મી રાજયોગ કઈ રાશિઓ માટે લકી સાબિત થઈ શકે છે તે ખાસ જાણો.
મકર રાશિના જાતકો માટે મહાલક્ષ્મી રાજયોગ ખુબ લકી સાબિત થઈ શકે છે. આ રાશિના સપ્તમ ભાવમાં આ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ ભાવને વિવાહ અને ભાગીદારોનો ભાવ કહે છે. આવામાં આ રાશિવાળાને વેપારમાં ખુબ ફાયદો થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. તમારા લાંબા સમયથી અટકેલા કોઈ પ્રોજેક્ટ પૂરા થઈ શકે છે. આ સાથે જ પરિવાર સાથે સારો સમય વિતશે. જીવનસાથી સાથે ચાલતી ખટપટ દૂર થશે. કાર્યક્ષેત્રમાં પણ તમારા કામની પ્રશંસા થઈ શકે છે. કોઈ મોટી જવાબદારી સોંપાઈ શકે છે. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.
આ રાશિના નવમાં ભાવ એટલે કે ભાગ્ય ભાવમાં મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવામાંઆ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો એકવાર ફરીથી શરૂ થઈ શકે છે. ભાગ્યનો સાથ હોવાથી તમને નોકરીની સાથે સાથે બિઝનેસમાં પણ ખુબ લાભ થઈ શકે છે. આધ્યાત્મ તરફ પણ તમારો ઝૂકાવ હોઈ શકે છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તમારા દ્વારા થઈ રહેલા પ્રયત્નોમાં તમને સફળતા મળી શકે છે.
મિથુન રાશિના જાતકો માટે પણ મંગળ અને ચંદ્રની યુતિ ખુબ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના બીજા ભાવમાં મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થઈ રહ્યુ છે. લાભ ભાવના સ્વામી મંગળના ધન ભાવમાં હોવાથી તમારા માટે ફળદાયી સાબિત થઈ શકે છે. માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર જળવાઈ રહેશે. આવામાં તમને અચાનક ધનલાભ થઈ શકે છે. ધન ભેગું કરવામાં સફળ થઈ શકો છો. આવકના નવા સ્ત્રોત ખુલી શકો છો. સ્વાસ્થ્યનો પૂરેપૂરો ખ્યાલ રાખશો તો અનેક બીમારીઓ ઠીક થઈ શકે છે. જીવનમાં ખુશીઓનું આગમને થશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.