PHOTOS

Lip Care: ફાટેલા હોઠ એક દિવસમાં બની જશે સોફ્ટ, દાદીમાના આ નુસખા ઝડપથી કરે છે અસર

Lip Care:ઘણા લોકોના હોઠની ત્વચા વધારે પ્રમાણમાં ડ્રાય રહેતી હોય છે. આવા લોકોને હોઠ ફાટવાની સમસ્યાનો સામનો શિયાળા સિવાય પણ કરવો પડે છે. સ્કિન કેરમાં હોઠની સંભાળ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આજે તમને જણાવીએ એવા ઘરગથ્થુ નુસખા વિશે જેના દ્વારા તમે ફાટેલા હોઠને એક જ રાતમાં સોફ્ટ બનાવી શકો છો.

Advertisement
1/5
નાળિયેર તેલ
નાળિયેર તેલ

હોઠ ફાટે તો તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે. તેના ઈલાજ માટે ફાટેલા હોઠ પર નારિયેળનું તેલ લગાવવું જોઈએ. તેનાથી તમને ફાટેલા હોઠથી છુટકારો મળશે.

2/5
મધ
મધ

ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં મધ ખૂબ જ ફાયદાકારક છે. ફાટેલા હોઠની સમસ્યાને દૂર કરવા માટે હોઠ પર મધ લગાવવું જોઈએ. તેનાથી હોઠ સોફ્ટ બને છે. 

Banner Image
3/5
દેશી ઘી
દેશી ઘી

દેશી ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શરીરને ફિટ રાખવા માટે તેનું સેવન કરવું જોઈએ. ફાટેલા હોઠ પર દેશી ઘી લગાવવાથી ઝડપથી ફાયદો થાય છે

4/5
મલાઈ
મલાઈ

જો તમે ફાટેલા હોઠ પર મલાઈ લગાવશો તો તમારા હોઠ સોફ્ટ થઈ જશે અને તમને ફાટેલા હોઠથી પણ રાહત મળશે. મલાઈ હોઠને અંદરથી મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે.

5/5
માખણ
માખણ

માખણ ફક્ત હોઠ જ નહીં ચહેરાને પણ હાઇડ્રેટ કરવાનું કામ કરે છે. ફાટેલા હોઠની સમસ્યાને દૂર કરવામાં માખણ ખૂબ જ ફાયદો કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)





Read More