PHOTOS

100 વર્ષ બાદ બનશે ચતુર્ગ્રહી યોગ, આ ત્રણ જાતકોનું ભાગ્ય ચમકી જશે, પ્રમોશન-ધનલાભ થશે

Chaturgrahi Yog: વૈદિક પંચાગ અનુસાર મકર રાશિમાં ચતુર્ગ્રયી યોગ બની રહ્યો છે. આ યોગ બનવાને કારણે ત્રણ જાતકોના જીવનમાં ખુશીઓ આવવાની છે. તેને નોકરીમાં પ્રમોશન સાથે પગાર વધી શકે છે. સાથે બિઝનેસ કરતા લોકો માટે આ સમય સારો રહેવાનો છે. 
 

Advertisement
1/5
Chaturgrahi Yog in Makar
 Chaturgrahi Yog in Makar

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહ ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરે છે. ગ્રહોના રાશિ પરિવર્તનથી શુભ અને અશુભ ગ્રહોનું નિર્માણ થાય છે, જેની અસર માનવ જીવન પર પડે છે. તમને જણાવી દઈએ કે મકર રાશિમાં ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગ 12 ફેબ્રુઆરીએ બનશે. કારણ કે મકર રાશિમાં અત્યારે સૂર્ય, બુધ અને મંગળ ભ્રમણ કરી રહ્યાં છે. તો 12 ફેબ્રુઆરીએ શુક્ર દેવ મકર રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી મકરમાં ચતુર્ગ્રહી યોગ બનશે. આ યોગને કારણે કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. જેનાથી નોકરીમાં ધનલાભ અને પ્રમોશન થઈ શકે છે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ...

2/5
મકર રાશિ
 મકર રાશિ

તમારા માટે ચતુર્ગ્રહી યોગ શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના લગ્ન ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારૂ સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે. આ સાથે તમને રોકાણના મામલામાં લાભ થશે અને પ્રગતિ થઈ શકે છે. આ દરમિયાન નોકરીમાં તમારૂ પ્રમોશન થઈ શકે છે. આ સમય પરીણિત લોકો માટે શુભ રહેશે. આ સમયમાં તમને ભાગીદારીના કામમાં લાભ થશે.   

Banner Image
3/5
તુલા રાશિ
તુલા રાશિ

ચતુર્ગ્રહી યોગથી તુલા રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. આ દરમિયાન તમારૂ મનોબળ વધશે. તમે જે નિર્ણય કરશો તે લાભદાયક સાબિત થશે. તમને સંપત્તિ લાભ પણ મળવાનો યોગ છે. તમને પૈતૃક સંપત્તિમાંથી લાભથઈ શકે છે. આ સમયમાં તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. સાથે પરિવાર કે મિત્રો સાથે ફરવાનો પ્લાન બની શકે છે. આ દરમિયાન નોકરી કરતા જાતકોના પગારમાં વધારો થઈ શકે છે. 

4/5
કન્યા રાશિ
 કન્યા રાશિ

તમારા માટે ચતુર્ગ્રહી યોગ ફળદાયી રહી શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી પંચમ ભાવમાં બની રહ્યો છે. તેથી તમને સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ સમયે વેપારીઓ સારો નફો મેળવી શકે છે. આ સાથે તમને બિઝનેસમાં ઘણી સારી તક મળશે. આ સમયે તમને અચાનક ધન લાભ થઈ શકે છે. આ સાથે જો તમે વિદ્યાર્થી છો તો ઉચ્ચ સંસ્થામાં એડમિશન મળી શકે છે.   

5/5




Read More