PHOTOS

Foreign Tour: માત્ર આટલા રૂપિયામાં પૂરુ થઈ જશે ફોરેન ટ્રિપનું સપનું, આ દેશોમાં ફરવાનો બનાવો પ્લાન

Foreign Tour In Low Budget: વિદેશ ફરવાની ઈચ્છા દરેકને હોય છે? પરંતુ ફોરેન ટૂરના ખર્ચને જોતા ઘણા લોકો આ ઈચ્છા પૂરી કરી શકતા નથી. જો યોગ્ય જાણકારી હોય તો ઓછા પૈસામાં પણ વિદેશમાં ફરી શકો છો. કેટલાક એવા સસ્તા દેશ છે જ્યાં જવા, રોકાવા અને ફરવાનો ખર્ચ ઓછો આવે છે. માત્ર 10 હજાર રૂપિયામાં આ દેશોની યાત્રા કરી શકાય છે. 

Advertisement
1/5

બાંગ્લાદેશની યાત્રા ખુબ સસ્તી છે. અહીં ટ્રાવેલ કરવુ, રોકાવુ અને ભોજન પણ સસ્તું છે. બાંગ્લાદેશની યાત્રા 10 હજારમાં કરી શકાય છે. બાંગ્લાદેશમાં સુદંર વન, 60 ગુંબગ, નીલાચલ અને કોરલ આઈલેન્ડ જેવી જગ્યાઓ પર ફરી શકાય છે.   

2/5

વિયતનામ જેટલું સુંદર દેશ છે એટલો સસ્તો છે. અહીં એક દિવસ રોકાવાનો ખર્ચ 1 હજારથી પણ ઓછો છે. માત્ર 1000 રૂપિયામાં અહીં રોકાઈ શકો છો, ભોજન કરી શકો છો અને ફરી શકો છો.

Banner Image
3/5

થાઈલેન્ડ ટૂરિસ્ટ્સ માટે ફેરવેટ જગ્યા છે. અહીં ફ્લાઇટની ટિકિટ પણ સસ્તી છે. જો તમે 2-3 દિવસની યાત્રા પ્લાન કરો તો ઓછા પૈસામાં ફરી શકો છો. 

4/5

ચારે તરફ બરફના પહાડોથી ઘેરાયેલો નેપાળ દેશ ફરવા માટે સસ્તો છે. નેપાળની યાત્રા માટે ભાડું પણ ઓછું છે. 10 હજાર રૂપિયામાં નેપાળનો પ્રવાસ કરી શકાય છે. નેપાળમાં જઈને કાઠમાંડૂ સહિત ઘણી સુંદર જગ્યાએ ફરી શકાય છે. 

5/5

ભૂતાન પ્રાકૃતિક સુંદરતા અને શાંતિથી ભરેલો દેશ છે. જો ફ્લાઇટના ભાડાને હટાવી દો તો તમે દરરોજ 500 રૂપિયામાં ભૂતાન ફરી શકો છો. અહીં ટૂરિસ્ટ પ્લેજનું ભાડુ ખુબ ઓછું છે. ઘણી જગ્યાએ ફ્રીમાં ફરી શકો છો. 





Read More