PHOTOS

YouTube પર આ ભારતીયોની છે બોલબાલા! લાખો સબ્સક્રાઇબર્સ અને કરોડોની કમાણીએ તેમને બનાવી દીધા છે Celebrities

નવી દિલ્હી: YouTube દુનિયાના સૌથી પ્રચલિત અને લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. જ્યાં સામાન્ય જનતા માટે આ ફ્ક્ત મનોરંજનનો એક સ્ત્રોત છે તો બીજી તરફ શું તમે વિચાર્યું છે કે આ આમ જનતા જે વીડિયોઝ જુએ છે, તે કોણ બનાવે છે અને કેમ બનાવે છે? યૂટ્યૂબ પર ઘણા એવા લોકો છે જે અલગ-અલગ વિષયો પર કંન્ટેન્ટ ક્રીએટ કરે છે અને તેમને યૂટ્યૂબર્સ કહે છે. આજે અમે તમને ભારતના તે ટોપ યૂટ્યૂબર્સ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે યૂટ્યૂબ પર વીડિયોઝ બનાવીને કરોડોની કમાણી કરે છે. 

Advertisement
1/6
ગૌરવ ચૌધરી (ટેક્નિકલ ગુરૂજી)
ગૌરવ ચૌધરી (ટેક્નિકલ ગુરૂજી)

ટેક્નોલોજીમાં રસ ધરાવનાર કદાચ જ કોઇ એવો માણસ હશે જે ગૌરવ ચૌધરીને ઓળખતો નહી હોય. 'ટેક્નિકલ ગુરૂજી' ના નામે યૂટ્યૂબ પર ચેનલ ચલાવનાર ગૌરવ દેશના સૌથી અમીર યૂટ્યૂબર્સમાંથી છે. તેમના યૂટ્યૂબ પર 2.16 મિલિયન સબ્સક્રાઇબર્સ છે અને તેમની નેટ વર્થ લગભગ 32.6 કરોડ રૂપિયા છે. 

2/6
અમિત ભદાના
અમિત ભદાના

દિલ્હીના અમિત પણ યૂટ્યૂબ પર કોમેડી વીડિયોઝ બનાવે છે અને 23.5 મિલિયન લોકોએ તેમની યૂટ્યૂબ ચેનલને સબસ્ક્રાઇબ કરી છે. તેમની નેટ વર્થ 46 કરોડ રૂપિયાની આસપાસ છે.

Banner Image
3/6
અજય નાગર (કૈરી મિનાટી)
અજય નાગર (કૈરી મિનાટી)

આ યૂટ્યૂબરને લોકો તેમના અસલી નામથી ભલે ન ઓળખતા હોય પરંતુ તેમની ચેનલના નામ ''કૈરી મિનાટી'' નામથી જરૂર ઓળખી લેશે. એક કોમેડિયન, રૈપર અને ગેમર, કૈરી મિનાટીના યૂટૂબ પર 32.1 મિલિયન સબ્સક્રાઇબર્સ છે અને તેમની નેટ વર્થ લગભગ 4 મિલિયન યૂએસ ડોલર, એટલે કે લગભગ 29 કરોડ રૂપિયા છે.  

4/6
આશીશ ચંચલાની
આશીશ ચંચલાની

યૂટ્યૂબ પર કોમેડી વીડિયોઝની વાત કરીએ તો આશીષ ચંચલાનીનું નામ ન આવે, એવું બની નશકે. આશીષના યૂટ્યૂબ પર 26.4 મિલિયન સબ્સક્રાઇબર્સ છે અને તેમની નેટ વર્થ 29 કરોડ રૂપિયાની આસપાસ છે. 

5/6
ભુવન બૈમ (બીબી કી વાઇન્સ)
ભુવન બૈમ (બીબી કી વાઇન્સ)

'બીબી કી વાઇન્સ' નામની યૂટ્યૂબ ચેનલ ચલાવનાર ભુવનના યૂટ્યૂબ પર 20.8 મિલિયન સબ્સક્રાઇબર્સ છે અને આ લગભગ 22 કરોડ રૂપિયા કમાઇ લે છે. 

6/6
વિદ્યા અય્યર (વિદ્યા વોક્સ)
વિદ્યા અય્યર (વિદ્યા વોક્સ)

વિદ્યા વોક્સ એક સંગીતકાર છે જેનું અસલી નામ વિદ્યા અય્યર છે. ચેન્નઇમાં જન્મેલી વિદ્યાના ગીતોને ખૂબ પસંદ કરવામાં આવે છે અને તેમની નેટ વર્થ લગભગ 9 કરોડ રૂપિયા છે. તેમના પોતાના યૂટ્યૂબ ચેનલ, 'વિદ્યા વોક્સ' પર 7.42 મિલિયન સબ્સક્રાઇબર્સ છે. 





Read More