Coriander Benefits: ધાણાના પાન પગથી માથા સુધીના અંગોને લાભ કરનાર છે. જો સાચી રીતે તેનો ઉપયોગ કરવામાં આવે તો શરીરને ઘણા લાભ થાય છે. આ લાભનો અનુભવ કરવો હોય તો સવારે ખાલી પેટ ધાણાના પાન ચાવીને ખાવાનું શરુ કરો. તમને થોડા જ દિવસોમાં શરીરમાં અહીં દર્શાવ્યાનુસારના લાભ જોવા મળશે.
લીલા ધાણા પાચન સંબંધિત સમસ્યાને દુર કરવામાં પ્રભાવી છે. ખાલી પેટ ધાણાના થોડા પાન ખાવાથી કે તેનો રસ પીવાથી પાચન ક્રિયા સુધરે છે. ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાથી રાહત મળે છે. ધાણામાં ફાઈબર હોય છે જે ભોજન પચાવવામાં મદદ કરે છે અને આંતરડાની સફાઈ કરે છે.
ધાણા રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક છે. ખાલી પેટ ધાણાના પાન ચાવીને ખાવાથી શરીરને સંક્રમણ અને બીમારીઓ સામે લડવાની શક્તિ મળે છે. તેનાથી શરદી, ઉધરસ અને ફ્લૂ જેવી બીમારીથી બચાવમાં મદદ મળે છે.
ધાણાના પાન એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. ખીલ સહિતની ત્વચાની સમસ્યા ઓછી કરવામાં ધાણા મદદરુપ થાય છે. ધાણા વાળને ખરતા રોકવામાં પણ લાભકારી છે.
ધાણાના પાનમાં એવા યૌગિક હોય છે જે બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત રાખવામાં મદદ કરી શકે છે. ખાલી પેટ તેનું સેવન કરવાથી ઈંસુલિન સંવેદનશીલતા વધે છે. ડાયાબિટીસના દર્દીને તેનાથી લાભ થઈ શકે છે.