PHOTOS

Healthy Food: બાળકોને ખાલી પેટ ખવડાવશો આ 5 હેલ્ધી વસ્તુઓ તો બીમારીઓ તેનાથી રહેશે દુર

Healthy Food:દરેક માતા પિતાની ઈચ્છા હોય કે તેનું બાળક દરેક પ્રવૃત્તિમાં આગળ રહે અને તેનું મગજ પણ તેજ હોય. શારીરિક અને માનસિક રીતે બાળક તંદુરસ્ત રહે તે માટે તેની ડાયટ પણ પોષક તત્વોથી ભરપૂર હોય તે જરૂરી છે. બાળકનું સ્વાસ્થ્ય કેવું રહેશે તેનો આધાર તેના આહાર પર હોય છે. બાળકને તંદુરસ્ત અને નિરોગી રાખવું હોય તો તેને ખાલી પેટ કેટલીક વસ્તુઓ ખવડાવવી જોઈએ. જેનાથી તે હંમેશા ફિટ અને તંદુરસ્ત રહે.

Advertisement
1/5
બદામ
બદામ

બાળકને જરૂરી પોષણ મળે તે માટે તેને વિટામિન, મિનરલ્સ અને ફેટથી ભરપૂર વસ્તુઓ ખવડાવવી જોઈએ. બાળકને રોજ જો ખાલી પેટ બદામ ખવડામાં આવે તો તેનું શરીર અને મગજ બંને મજબૂત થાય છે.

2/5
સફરજન
સફરજન

સફરજનનું સેવન પણ બાળક માટે ખૂબ જ ફાયદાકારક છે. સફરજન ખાવાથી આંખનું તેજ વધે છે. સફરજનમાં કેલ્શિયમ, આયર્ન અને ઝીંક સારી એવી માત્રામાં હોય છે.

Banner Image
3/5
હુંફાળું પાણી
હુંફાળું પાણી

રોજ સવારે બાળકને હુંફાળું ગરમ પાણી પીવડાવવું જોઈએ. તેનાથી બધી જ બીમારીઓ દૂર રહે છે. અને બાળક નિરોગી રહે છે.

4/5
કેળા
કેળા

કેળા પણ ખાલી પેટ ખાવા જોઈએ તેનાથી પેટની સમસ્યાઓ મટે છે. ખાસ કરીને જે બાળકો શારીરિક રીતે નબળા હોય તેમણે નિયમિત કેળા ખાવા જોઈએ.

5/5
દાળ
દાળ

દાળ પ્રોટીનનો સૌથી સારો સોર્સ હોય છે. દાળમાં પાણીનું પ્રમાણ પણ સારું એવું હોય છે. તેથી બાળકને રોજ દાળ પણ ખવડાવવી જોઈએ જેથી તેને જરૂરી પોષણ અને પોષક તત્વો મળી રહે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)  





Read More