એવી અનેક એપ્સ છે જેની મદદથી ગર્લફ્રેન્ડ હાયર કરી શકાય છે.
મોટાભાગના યુવાઓ જ્યારે રજાઓ ગાળવા માટે ઘરે જાય છે તો રેન્ટ પર ગર્લફ્રેન્ડ હાયર કરે છે. નહીં તો તેમને માતા પિતાની ફટકાર ખાવી પડે છે. અનેકવાર યુવાઓએ લગ્ન અને ગર્લફ્રેન્ડ બનાવવાના મહત્વ પર સંબંધીઓથી લાંબુ લચક ભાષણ પણ સાંભળવું પડે છે. (પ્રતિકાત્મક તસવીર- Pexels)
રેન્ટ પર ગર્લફ્રેન્ડ રાખવાની શરત હોય છે કે ગર્લફ્રેન્ડ હાયર કરનારો યુવક તેને સ્પર્શી શકે નહીં. છોકરી તે વ્યક્તિને ઈમોશનલ સપોર્ટ આપશે, તેની સાથે ગર્લફ્રેન્ડ જેવો વ્યવહાર કરશે. (પ્રતિકાત્મક તસવીર- Pexels)
નોંધનીય છે કે ચીનમાં લૂનર ન્યૂ યર સમયે રેન્ટ પર ગર્લફ્રેન્ડ હાયર કરવું ખુબ મોંઘુ પડે છે. ત્યારે યુવાઓએ ભાડાની ગર્લફ્રેન્ડ માટે 3 હજાર યુઆન એટલે કે 34,241 રૂપિયાથી લઈને 10 હજાર યુઆન એટલે કે 1,14,139 રૂપિયા સુધી ખર્ચવા પડે છે. કારણ કે ન્યૂ યર પર મોટાભાગના ઘરે પાછા ફરતા હોય છે. (પ્રતિકાત્મક તસવીર- Pexels)
મળતી માહિતી મુજબ રેન્ટ પર ગર્લફ્રેન્ડ મેળવવા માટે છોકરાઓએ 1999 યુઆન એટલે કે લગભગ 22816 રૂપિયા સુધીનો ખર્ચો કરવો પડે છે. ત્યારબાદ તેઓ પરિવાર સાથે મેળવી શકે છે. તેની સાથે ડેટ પર જઈ શકે છે. તેની સાથે ચેટ કરી શકે છે.
રેન્ટ પર ગર્લફ્રેન્ડનું કામ કરતી એક યુવતીએ જણાવ્યું કે તેનું કામ ખુબ અઘરું હોય છે. કારણ કે દર વખતે તેણે કોઈ અજાણ્યાની ગર્લફ્રેન્ડ બનવાનું હોય છે. (પ્રતિકાત્મક તસવીર- Pexels)