મોટાભાગના ભારતીય લોકો પોતાના દિવસની શરૂઆત ચાથી કરે છે. તે દિવસભરમાં અનેક કપ ચા પીવે છે. મોટાભાગના લોકો પોતાનો થાક દૂર કરવા માટે સાંજે ચા પણ પીવે છે. કેટલાક લોકોને સાદી ચા પીવી ગમતી નથી, પરંતુ ચા સાથે ખારા નાસ્તા, બિસ્કિટ, પકોડા વગેરે ખાય છે. શું તમે જાણો છો કે ચા સાથે આ વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે? ચાલો જાણીએ કે ચા સાથે કઈ વસ્તુઓ ટાળવી જોઈએ.
ચા સાથે ઘણા લોકો દહીં-પરાઠા ખાવાનું પસંદ કરે છે. શું તમે જાણો છો શરીર માટે આ ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી પેટમાં ગેસ બને છે અને પાચનતંત્ર પર ખરાબ અસર પડી શકે છે.
ઘણા લોકો ચા સાથે ચણાના લોટથી બનેલી વસ્તુ ખાવાનું પસંદ કરે છે. પરંતુ ચા સાથે ચણાના લોટનું સેવન કરવાથી ગેસ અને અપચાની સમસ્યા થઈ શકે છે.
ચા સાથે ઈંડાનું સેવન ન કરવું જોઈએ. ઈંડા અને ચાનું એક સાથે સેવન કરવાથી પાચનતંત્ર ધીમું થઈ શકે છે. એટલે ચા સાથે ઈંડાનું સેવન ન કરવું જોઈએ.
ચા સાથે તળેલી વસ્તુ જેમ કે કચોરી, ચિપ્સ વગેરેનું સેવન કરતા બચવું જોઈએ. આ વસ્તુનું ચા સાથે સેવન કરવાથી પેટમાં ગેસ બનવાની સમસ્યા વધી શકે છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.