Cleaning Hacks: ચા અને કોફીના મગ પર થોડા સમયમાં જ ડાઘ દેખાવા લાગે છે. નિયમિત સફાઈ થતી હોવા છતાં સફેદ કપમાં ડાઘા ઝડપથી દેખાવા લાગે છે. જ્યારે ચાને કપને સાફ કરવામાં સમય લાગે અને ચાના કપમાં ચા સુકાઈ જાય ત્યારે પણ ડાઘ પડી જતા હોય છે.
સુંદર કપના સેટ પર જ્યારે ચા અને કોફીના ડાઘ દેખાય છે તો તે સેટની સુંદરતાને પણ ખરાબ કરે છે અને જ્યારે કોઈને તેમાં ચા આપવામાં આવે છે તો પણ ખરાબ લાગે છે. આજે તમને આવા જીદ્દી ડાઘ કેવી રીતે કાઢવા તે જણાવીએ.
ઘરના રસોડામાં રહેલી 2 વસ્તુની મદદથી તમે ચાના કપ અને કોફી મગના જીદ્દી ડાઘને 10 મિનિટમાં દુર કરી શકો છો. આ હેક્સની મદદથી ચાના કપનો સેટ નવો હોય તેમ ચમકવા લાગશે.
ચાના ડાઘ કાઢવા માટે મીઠાનો ઉપયોગ કરી શકાય છે. ચાના કપ કે કોફીના મગને પાણીથી સાફ કરી તેના પર મીઠું લગાવી દો. ત્યારબાદ 5 મિનિટ તેને સાઈડ પર રાખો અને પછી સાબુથી સાફ કરો. કપ એકદમ નવા હોય તેવા ચમકી જશે.
મીઠાને બદલે તમે બેકિંગ સોડા પણ વાપરી શકો છો. કપ પરના ડાઘને ક્લીન કરવા માટે એક ચમચી બેકિંગ સોડાની પેસ્ટ તૈયાર કરો અને તેને કપ પર લગાવી દો. 10 મિનિટ પછી સ્ક્રબરની મદદથી કપ સાફ કરી લો.