Strainer: દરેક ઘરમાં રોજ એક કરતાં વધારે વખત તો ચા બનતી જ હોય છે. વારંવાર ચા બનતી હોવાથી સૌથી વધુ ખરાબ ચાની ગરણી થાય છે. ચાની ...
ગરણી ખરાબ થઈ ગઈ હોય ત્યારે તે કાળી દેખાવા લાગે છે. આ રીતે કાળી થયેલી ગરણીને સાફ કરવામાં જરા પણ સમય લાગતો નથી. આ ગરણીને 5 મિનિટમાં સાફ કરવી હોય તો આ વસ્તુઓનો ઉપયોગ કરજો.
ગરણીને નવી હોય તેવી ચમકાવવી હોય તો લીંબુનો ઉપયોગ કરો. લીંબુ એક નેચરલ ક્લીંઝર છે. તેનાથી ચાની ગરણી ઝડપથી સાફ થઈ જાય છે.
ગરમ પાણીથી ગરણી સાફ કરવાથી તે સાફ પણ થશે અને અંદર જામેલા સુક્ષ્મ બેક્ટેરિયાનો પણ નાશ થઈ જશે. તેના માટે પાણી ઉકાળી તેમાં 5 મિનિટ માટે ગરણી રાખી દેવી.
બેકિંગ સોડા વાસણને સાફ કરવાનો સૌથી બેસ્ટ ઉપાય છે. બેકિંગ પાવડરમાં વિનેગર મિક્સ કરી ગરણી સાફ કરવી જોઈએ.
સ્ટીલની કાળી પડેલી ગરણીને ગેસની ફ્લેમ પર ગરમ કરવાથી તે ઝડપથી સાફ થઈ શકે છે.