PHOTOS

Photos : કોંગ્રેસી નેતાઓનું અમદાવાદના ફેમસ માણેકચોકમાં રાત્રિ ભોજન

 12 માર્ચે ઐતિહાસિક દાંડી યાત્રાના પ્રારંભના દિવસે જ અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે. ત્યારે ટૂંક સમયમાં જ ગાંધી પરિવારમાંથી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અમદાવાદ આવી પહોંચશે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આ બેઠક થકી ગુજરાતમાં ચૂંટણીનું રણશીંગુ ફૂંકવા જઈ રહી છે. ત્યારે દેશભના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં ધામા છે. ત્યારે ગઈકાલે થોડો સમય કાઢીને કોંગ્રેસના નેતાઓ અમદાવાદના ફેમસ માણેક ચોકના ખાણીપીણી બજારમાં પહોંચ્યા હતા. 

Advertisement
1/3

અમદાવાદના ફેમસ માણેક ચોકમાં કોંગ્રેસી નેતાઓ પહોંચતા જ ત્યાં માહોલ હળવો બની ગયો હતો. સાંસદ અહેમદ પટેલ સહિતના ટોચના રાષ્ટ્રીય નેતાઓએ માણેક ચોકમા ભોજનનો સ્વાદ માણ્યો હતો. 

2/3

આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ દિગ્ગજ નેતાઓ સાથે જોવા મળ્યા હતા.

Banner Image
3/3

આ રાત્રિ ભોજનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા શેર કરાઈ છે, જેમાં સીડબલ્યુસી બેઠકની આગલી રાત્રે કોંગ્રેસના નેતાઓ હળવાશની પળો માણતા નજરે ચઢ્યા હતા. 





Read More