Panchgavya: સ્વાસ્થ્ય સુધારવા માટે આયુર્વેદની મદદ લેવામાં આવે છે. આયુર્વેદમાં સૌથી વધારે મહત્વ પંચગવ્યને આપવામાં આવે છે. જોકે વિજ્ઞાનના એક્સપર્ટ પણ પંચગવ્યનું મહત્વ સમજે છે અને તેને સ્વાસ્થ્યવર્ધક ગણાવે છે. પંચવ્ય એટલે 5 એવી વસ્તુઓ જે ગાય દ્વારા આપણને મળે છે. સનાતન સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાય માતા અલગ અલગ રીતે માનવ જાતિને ફાયદો કરતી વસ્તુઓ આપે છે. આજે તમને ગાય દ્વારા પ્રાપ્ત પંચગવ્યના મહત્વ વિશે જણાવીએ.
ગાયનું દૂધ કેલ્શિયમ, વિટામીન, પોટેશિયમ, આયોડિન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. ગાયનું દૂધ ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે અને સાથે જ મગજ હાડકા અને સ્નાયુને પણ મજબૂત બનાવે છે.
ગાયનું છાણ પણ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર ગોબરનો અર્ક તૈયાર કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ત્વચાના રોગ માટેની દવાઓમાં કરવામાં આવે છે એટલે કે ગોબરમાં એવા ગુણ હોય છે જે ત્વચાના રોગને મટાડી શકે છે.
ગૌમૂત્ર ખૂબ જ હેલ્થી હોય છે. ગૌમૂત્રમાં એવા અનેક પોષક તત્વ છે જે શરીર માટે લાભકારી છે. આયુર્વેદમાં હૃદયના રોગીઓ, કેન્સર, ટીબી, કમળો જેવી બીમારીઓના દર્દીઓને ગૌમુત્ર ફાયદો કરે છે. પરંતુ તેનું ઉપયોગ નિષ્ણાંતની સલાહ પછી જ કરવો જોઈએ.
ગાયનું ઘી પણ સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. ગાયના દૂધમાંથી બનેલા ઘીમાં કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન ડી અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે જે મગજ અને શારીરિક વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય છે તેને ખાવાથી આંખની રોશની સુધરે છે.
ગાયના દૂધમાંથી બનાવેલું દહીં સ્વાસ્થ્ય માટે લાભકારી છે. દહીંમાં પ્રોટીન સહિતના પોષક તત્વો હોય છે. આ દહીં ખાવાથી ડાયજેશન સુધરે છે અને ભૂખ પણ વધે છે.