PHOTOS

World Cup 2023: આર અશ્વિન વર્લ્ડ કપમાં બનાવશે અનોખો રેકોર્ડ, કરશે સચિન-ધોનીની બરોબરી 

ODI World Cup 2023: ICC વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે સમગ્ર વિશ્વ કપ ભારતમાં રમાશે. તે જ સમયે, ટીમ ઈન્ડિયાના અનુભવી સ્પિનર ​​આર અશ્વિન માટે પણ આ ટૂર્નામેન્ટ ખૂબ જ ખાસ બનવાની છે. આ ટુર્નામેન્ટમાં રમવાની સાથે જ તે સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર અને એમએસ ધોની જેવા દિગ્ગજોની એક વિશિષ્ટ ક્લબમાં જોડાઈ જશે.

Advertisement
1/5

સ્પીન બોલર અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થતા આર.અશ્વિનને વર્લ્ડકપ 2023 માટે છેલ્લાં ટાઈમે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

2/5

અશ્વિન ટીમ ઈન્ડિયાના વર્લ્ડ કપમાં રમવા માટે સૌથી મોટી ઉંમરના ક્રિકેટરોની યાદીમાં સામેલ થવા જઈ રહ્યો છે. તે ટીમ ઈન્ડિયાનો હાલ સૌથી વધુ ઉંમર ધરાવતો ખેલાડી છે. જેને વર્લ્ડ કપના સ્કોડમાં સિલેક્ટ કરાયો છે.

Banner Image
3/5

ઉલ્લેખનીય છેકે, હાલ ટીમ ઈન્ડિયામાં આવા જ એક ખેલાડીનું સેલેક્શન થયું છે. અહીં વાત થઈ રહી છે, આર.અશ્વિનની. અશ્ચિનની ઉંમર હાલ 37 વર્ષની છે. એકવાર તે વર્લ્ડ કપ 2023 દરમિયાન પ્લેઈંગ 11માં જોડાઈ જાય, તે પછી તે આ ટુર્નામેન્ટમાં રમવા માટે ભારતનો 5મો સૌથી વૃદ્ધ ખેલાડી બની જશે.

4/5

ઉંમરની દ્રષ્ટ્રીએ વર્લ્ડ કપમાં ભાગ લેનાર સૌથી મોટી ઉંમરના ભારતીય ખેલાડી સુનીલ ગાવસ્કર છે, જેમણે 38 વર્ષ અને 118 દિવસની ઉંમરે વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો.

5/5

આ લીસ્ટમાં લીટલ માસ્ટર સુનીલ ગાવસ્કર પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટન કૂલ તરીકે જાણીતા મહેન્દ્ર સિંહ ધોની (MS ધોની)નું નામ આવે છે. એમએસ ધોનીએ તેનો છેલ્લો વનડે વર્લ્ડ કપ પણ 38 વર્ષની ઉંમરે રમ્યો હતો. આ યાદીમાં ત્રીજા નંબર પર છે ક્રિકેટના ભગવાન એટલેકે, સચિન તેંડુલકર છે. તેંડુલકરે 37 વર્ષની ઉંમરે તેમનો છેલ્લો ODI વર્લ્ડ કપ રમ્યો હતો. જ્યારે આ લીસ્ટમાં ફારુક એન્જિનિયર ચોથા નંબરે છે.





Read More