Karun Nair : ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન કરુણ નાયરની બે વર્ષ બાદ ઘર વાપસી થઈ છે. અત્યાર સુધી ઈંગ્લેન્ડમાં ફ્લોપ રહેવા છતાં તેને ટીમમાં સ્થાન મળ્યું છે.
Karun Nair : ભારતીય બેટ્સમેન કરુણ નાયરનું ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. કરુણ નાયર 6 ઇનિંગ્સમાં ફક્ત 131 રન બનાવી શક્યો છે. આ દરમિયાન તેની સરેરાશ 21.83 રહી છે અને શ્રેષ્ઠ સ્કોર 40 રન રહ્યો છે.
કરુણને હવે માન્ચેસ્ટર ટેસ્ટ માટે ટીમમાંથી બહાર કરી શકાય છે. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન કરુણ નાયર વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
કરુણ નાયરની બે વર્ષ બાદ ઘર વાપસી થઈ છે એટલે કે નાયર હવે આગામી ડોમેસ્ટિક સીઝન (2025-26)માં કર્ણાટક માટે રમશે, જે તેની જૂની ટીમ રહી છે.
કરુણને 2022માં કર્ણાટક ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેણે 2023 અને 2024 સીઝનમાં વિદર્ભનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ક્રિકબઝ અનુસાર, કરુણ નાયરે વ્યક્તિગત કારણોસર કર્ણાટકની ટીમમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે. કર્ણાટક ક્રિકેટ એસોસિએશન (KSCAએ પણ તેની સાથે કરાર કર્યો છે.
કરુણ નાયરે રણજી ટ્રોફીની છેલ્લી સિઝનમાં વિદર્ભ માટે 863 રન બનાવ્યા હતા. વિજય હજારે ટ્રોફીમાં તેમણે 779 રન બનાવ્યા હતા. આ પ્રદર્શનના આધારે તે 8 વર્ષ પછી ભારતીય ટીમમાં વાપસી કરી હતી.