PHOTOS

આ ક્રિકેટરોએ પોતાની જ પિતરાઈ બહેનો સાથે કર્યા છે લગ્ન, નામ જાણીને ચોંકી જશો

Cricketers Who Married to their Cousin Sister : આજકાલ લોકો ક્રિકેટરોના લવ અફેર્સ અને લગ્નો વિશે જાણવા ઉત્સુક હોય છે. ઘણા ક્રિકેટરોએ અનોખા લગ્ન કર્યા છે, કારણ કે તેઓએ પોતાની પિતરાઈ બહેનોને જ પોતાની દુલ્હન બનાવી હતી. 4 ક્રિકેટરો એવા છે જેમણે પ્રેમ સામે સંબંધ પણ ના જોયો અને પોતાની પિતરાઈ બહેનો સાથે લગ્ન કર્યા. આ યાદીમાં ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે.

Advertisement
1/5

Cricketers Who Married to their Cousin Sister : ક્રિકેટરો તેમના પ્રદર્શન ઉપરાંત લવ અફેર્સ અને લગ્નોને કારણે પણ ચર્ચામાં રહેતા હોય છે. એવા ઘણા ક્રિકેટરો છે, જેમણે પોતાની જ પિતરાઈ બહેનો સાથે લગ્ન કર્યા છે.

2/5
શાહિદ આફ્રિદી અને નાદિયા 
શાહિદ આફ્રિદી અને નાદિયા 

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ 20 વર્ષની ઉંમરે તેની મામાની દીકરા નાદિયા સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી તેઓ લગભગ 25 વર્ષથી સાથે છે. નાદિયા ખૂબ જ સંયમિત સ્વભાવની છે, જે મેચ દરમિયાન ક્યારેય શાહિદ સાથે જોવા મળી નથી. શાહિદ આફ્રિદીએ 22 ઓક્ટોબર 2000ના રોજ નાદિયા સાથે લગ્ન કર્યા હતા.

Banner Image
3/5
મુસ્તફિઝુર રહેમાન અને સામિયા પરવીન
મુસ્તફિઝુર રહેમાન અને સામિયા પરવીન

બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાને પણ તેની પિતરાઈ બહેન સામિયા પરવીન શિમુ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન માર્ચ 2019માં થયા હતા.

4/5
મોસાદ્દેક હુસૈન અને શર્મીન સમિરા
મોસાદ્દેક હુસૈન અને શર્મીન સમિરા

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના યુવા ક્રિકેટર મોસાદ્દેક હુસૈને પણ 2012માં તેની પિતરાઈ બહેન શર્મીન સમિરા સાથે લગ્ન કર્યા હતા. મોસાદ્દેક હુસૈન તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં હતા. તેમના પર દહેજ માટે પત્નીને હેરાન કરવાનો આરોપ હતો. આ કેસને કારણે મોસાદ્દેકે ટીમમાં પોતાનું સ્થાન ગુમાવવું પડ્યું.

5/5
સઈદ અનવર અને લુબના
સઈદ અનવર અને લુબના

1996માં, પાકિસ્તાની ક્રિકેટર સઈદ અનવરે તેની પિતરાઈ બહેન લુબના સાથે લગ્ન કર્યા. લુબના વ્યવસાયે ડૉક્ટર છે. યોગાનુયોગ, આ એ જ વર્ષ હતું જ્યારે સઈદ ટેસ્ટ ક્રિકેટ ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠ રમત બતાવી રહ્યો હતો. અનવર પોતાના જીવનના સુખદ ક્ષણોનો આનંદ માણી રહ્યો હતો ત્યારે 2001માં અચાનક તેની પુત્રીનું અકાળે અવસાન થયું અને આ પછી તે ભાંગી પડ્યો. આ ખેલાડી પોતાની રમત ચાલુ રાખી શક્યો નહીં અને 2003ના વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લઈ લીધી.





Read More