PHOTOS

LOVE STORY OF CROWS: રોમિયો-જૂલિયેટથી ઓછી નથી આ કાગડાઓની લવ સ્ટોરી, જુઓ Photos

 

 

 

 

નવી દિલ્લીઃ અત્યાર સુધી તમે લૈલા-મજનૂ, હિર-રાંઝા, રોમિયો જૂલિયેટ જેવા ફેમસ કપલની લવ સ્ટોરી સાંભળી હશે. પરંતુ, તમે ક્યારે 2 કાગળાઓની લવ સ્ટોરી વિશે સાંભળ્યું છે? જૉર્જ અને મેબલ નામના બે કાગળાઓએ પોતાના એકબીજા પ્રત્યેના પ્રેમથી લોકોને ચૌંકાવી દીધા છે. ત્યારે, આ વાયરલ ફોટો તમને બંનેની વચ્ચેની લવ સ્ટોરી બતાવશે.
 

Advertisement
1/5
સૌથી ખાસ છે જૉર્જ અને મેબલની લવ સ્ટોરી
સૌથી ખાસ છે જૉર્જ અને મેબલની લવ સ્ટોરી

ફિલ્મોમાં તો તમે જોયું હશે કે એક પાર્ટનરનો અકસ્માત થાય તો ત્યાર બાદ બીજો પાર્ટનર તેની સેવા કરે તેનો ખ્યાલ રાખે. પરંતું, શું તમે હકીકતમાં આવું કોઈને કરતાં જોયા છે અને તે પણ કાગળાને? ત્યારે, જૉર્જ અને મેબલની લવ સ્ટોરીમાંથી માણસોને પણ શિખ મળશે.

2/5
12 વર્ષેથી સાથે છે જૉર્જ અને મેબલ
12 વર્ષેથી સાથે છે જૉર્જ અને મેબલ

જૉર્જ અને મેબલ 12 વર્ષથી એકબીજા સાથે છે. 8 વર્ષ પહેલાં કાર સાથે અથડાતા મેબલની ચાંચ તૂટી હતી. જેના કારણે તે પોતે ખાઈ નથી શકતી. પણ જૉર્જે કોઈ દિવસ મેબલને તેની આ કમજોરીથી હેરાન થવા નથી દિધી. જૉર્જ પોતાની ચાંચથી મેબલની ખાવાનું ખવડાવે છે.

Banner Image
3/5
ટીમની જેમ સાથે રહે છે જૉર્જ અને મેબલ
ટીમની જેમ સાથે રહે છે જૉર્જ અને મેબલ

જૉર્જ અને મેબલ બંને એક ટીમની જેમ કામ કરે છે. જ્યારે, જૉર્જ ખાવાનું ભેગું કરતો હોય. ત્યારે, મેબલ દૂર કોઈ બિલ્ડીંગ અથવા ઝાડ પરથી તેની સુરક્ષાનું ધ્યાન રાખે છે. કોઈ ખતરો આવતો દેખાતા મેબલ જૉર્જને વૉર્નિંગ સિગ્નલ આપે છે.

4/5
મુશ્કેલ હાલતમાં જીવી રહી છે મેબલ
મુશ્કેલ હાલતમાં જીવી રહી છે મેબલ

પોતાની ચાંચ તૂટી જવાના કારણે મેબલે ખૂબ હેરાન થવું પડે છે. ખાવાનું ભેગું કરવાથી લઈ ખાવાનું ખાવા સુધી તેને ખૂબ જ હેરાનગતિ થાય છે. તે પોતાનું માથું નીચેની તરફ કરીને ખાવાનું ખાઈ છે. ત્યારે, મોટાભાગે જૉર્જ જ પોતાની ચાંચથી મેબલને ખાવાનું ખવડાવે છે.

5/5
માણસો માટે ઉદાહરણ છે આ કાગડાઓની લવ સ્ટોરી
માણસો માટે ઉદાહરણ છે આ કાગડાઓની લવ સ્ટોરી

જૉર્જ અને મેબલની લવ સ્ટોરી માણસો માટે કોઈ ઉદાહરણથી ઓછી નથી. જૉર્જ અને મેબલ પાસેથી આપણે શિખવું જોઈએ કે કેવી રીતે મુશ્કેલ સમયમાં પણ હાર માન્યા વગર એક-બીજાની મદદથી કામ કરવું જોઈએ. 

Photo Source: urbannature.blog





Read More