PHOTOS

Cyclone Dana: સમુદ્રી રાક્ષસ 'દાના'એ મચાવી ભારે તબાહી, પણ હજુ ખતરો ટળ્યો નથી! દીવાળી બાદ આ તારીખોમાં 2 વાવાઝોડાનું જોખમ

બંગાળની ખાડીમાં ઉઠેલા ચક્રવાતી તોફાન દાના અંગે સમગ્ર દેશમાં હાહાકાર મચ્યો હતો. ખાસ કરીને ઓડિશા અને બંગાળમાં સરકારોએ યુદ્ધ સ્તરે તૈયારીઓ શરૂ કરી હતી. દાના ગુરુવારે રાતે 12.05 કલાકે ઓડિશાના કાંઠે ત્રાટક્યું. છેલ્લા બે દિવસથી તોફાન દાના અંગે સરકારે જે પ્રકારે તૈયારીઓ શરૂ કરી હતી ત્યારબાદ પણ જે ભયંકર કોહરામ મચ્યો છે તેને જોઈ દંગ રહી જશો. તોફાન દાનાએ અનેક રહેણાંક ઘરોને પણ નુકસાન પહોંચાડ્યું છે. ઓડિશાના ભદ્રકના ધામરા વિસ્તારમાં કાંઠાવિસ્તારોના ગામોમાં ઝાડા પડવાથી રસ્તાઓ બંધ થઈ ગયા છે. 

Advertisement
1/10
નબળું પડ્યું વાવાઝોડું
નબળું પડ્યું વાવાઝોડું

ચક્રવાત દાનાને લઈને ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે એલર્ટ છે. જો કે હવે લેન્ડફોલ બાદ વાવાઝોડું નબળું પડી ગયું છે. પરંતુ હજુ પણ બંગાળ અને ઓડિશામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ચક્રવાત દાના વિશે એનડીઆરએફના ડીઆઈજી મોહસેન શાહેદીએ જણાવ્યું કે ભયંકર ચક્રવાતી તોફાન દાના 24 ઓક્ટોબરની મધરાતે અને 25 ઓક્ટોબરની સવારે ત્રાટક્યું. 

2/10

સવારે 8.30 વાગ્યાની આસપાસ તેના લેન્ડફોલની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. ત્યારબાદ તે હવે એક ચક્રવાતમાં ફેરવાઈ ગયું. એવી આશા છે કે આગામી 6 કલાકમાં એક ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. એનડીઆરએફ પાસે જો કે હજુ મોટા નુકસાનની કોઈ જાણકારી સામે આવી થી. એસઓસી દ્વારા ક્ષેત્રમાંથી રિપોર્ટ લેવાઈ રહ્યા છે. એર ટ્રાફિકની સાથે સાથે સામાન્ય સેવાઓ પણ બહાલ કરી દેવાઈ છે. 

Banner Image
3/10
વાવાઝોડું નબળું કેમ પડ્યું?
વાવાઝોડું નબળું કેમ પડ્યું?

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ ચક્રવાત દાના હવે જો કે નબળું પડી ગયું છે. તેના કારણે ઓડિશા, ઝારખંડ, બંગાળ અને બિહારના રાજ્યો માટે રાહતના સમાચાર છે. ક્ષત્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્રના ડાઈરેક્ટર મનોરમા મોહંતીએ ક હ્યું કે 2 એન્ટી સાઈક્લોનિક સર્ક્યુલેશન  બનવાથી દાનાના લેન્ડફોલમાં મોડું થયું. 

4/10

ચક્રવાત જ્યારે તટ તરફ આગળ વધ્યું તો 2 એન્ટી સાઈક્લોનિક સર્ક્યુલેશન બન્યા. ચક્રવાતના બંને તરફ પૂર્વ અને પશ્ચિમ દિશામાં 2 દબાણ સર્જાયા હતા. તેણે બંને તરફથી ચક્રવાત દાનાને દબાવવાનું શરૂ કર્યું. સૂકી હવા પણ ચક્રવાત દાનામાં ભરાઈ ગઈ. જેના કારણે ચક્રવાત દાના નબળું પડી ગયું. તેની ગતિ પણ ધીમી પડી. 

5/10
વાવાઝોડાની અસર
વાવાઝોડાની અસર

દાનાની અસરથી ઓડિશામાં સતત વરસાદ પડી રહ્યો છે. ભદ્રક, કેન્દ્રપાડામાં 30cm થી વધુ વરસાદનું અનુમાન છે. સીએમ મોહન ચરણ માઝીએ કહ્યું કે 5.84 લાખ લોકોને રિલીફ કેમ્પમાં શિફ્ટ કરાયા છે. અનેક વિસ્તારોમાં ઝાડ ઉખડી ગયા છે અને ગાડીઓ પણ ડેમેજ થઈ છે. 

6/10

કોલકાતા અને ભુવનેશ્વર એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશન શરૂ થઈ ગયું છે. કોલકાતાથી પહેલી ફ્લાઈટ સવારે 8.40 વાગે રવાના થઈ. રેલવેએ કહ્યું કે કેન્સલ ટ્રેનો છોડી દઈએ તો ઓડિશા અને પશ્ચિમ બંગાળ જનારી બાકી ટ્રેનો શિડ્યૂલ પ્રમાણે દોડશે. 

7/10
સાત રાજ્યમાં અસર
સાત રાજ્યમાં અસર

ઓડિશા ઉપરાંત તોફાનની અસર પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ અને તમિલનાડુમાં પણ જોવા મળી. પશ્ચિમ બંગાળ સરકારે 83 હજાર લોકોને રિલિફ કેમ્પમાં ખસેડ્યા. 

8/10
બંગાળમાં પાક બરબાદ
બંગાળમાં પાક બરબાદ

પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન દાનાએ સૌથી વધુ અસર ખેડૂતોને કરી છે. જંગલ મહલ અને પશ્ચિમ મેદિનીપુરમાં ચક્રવાતી તોફાન દાનાના તાંડવથી જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ખેતીમાં ઊભા પાકને ખુબ નુકસાન થયું છે. ભારે પવન અને વરસાદે એક બાદ એક અનેક વીઘા જમીનને નુકસાન પહોંચાડ્યું છે. ધાનના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા તો ક્યાંક પાક બરબાદની કિનારે છે. 

9/10
અંબાલાલની આગાહી પણ ચિંતાજનક
અંબાલાલની આગાહી પણ ચિંતાજનક

ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ 30 મી ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે. દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે. દિવાળી બાદ રાજ્યમાં વહેલી સવારથી ઠંડીનો અનુભવ થશે. 7 નવેમ્બરે પણ બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 7-14 નવેમ્બરના ગુજરાતમાં માવઠું થવાની શક્યતા. 7 થી 13 નવેમ્બરમાં બાંગાળાની ઉપસગારમાં ફરી ચક્રવાત આવશે. 17 થી 20 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા. 29  નવેમ્બર થી 3 ડીસેમ્બર સુધીમાં ઠંડીનું જોર વધશે. 22 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે. માર્ચ મહિના સુધી રાજ્યમાં માવઠા આવશે. આ વર્ષે શિયાળામાં અષાઢી માહોલ રહેશે. 2027 થી આવતો દસકો હવામાનમાં વધુ ફેરફાર લઈને આવશે. 

10/10

પ્રભાવિત વિસ્તારોમાં નુકસાનનું આકલન હજુ કરાયું નથી. પ્રારંભિત રિપોર્ટ્સમાં જાણવા મળે છે કે તોફાન સાથે ભારે વરસાદ પડ્યો અને તે શુક્રવાર સુધી ચાલુ રહ્યો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. 





Read More