PHOTOS

રાશિફળ 25 સપ્ટેમ્બર: આજે આ રાશિના જાતકો માટે અત્યંત શુભ દિવસ, પ્રબળ ધનલાભના યોગ

Advertisement
1/12
મેષ
મેષ

નાણાકીય મામલે સમજદારીથી કામ લો. જીવનસાથીની સલાહ લેશો તો ફાયદો થશે. પૈસા કમાવવાની યોજના બનાવશો. નોકરીમાં સારી ઓફર મળશે. કેટલાક એવા મિત્રો મળશે જેમની સાથે ભવિષ્યની યોજના બનાવશો. ઓફિસમાં મદદ મળશે. 

2/12
વૃષભ
વૃષભ

સારા પ્લાનિંગ અને સમજી વિચારીને કરેલા કામોથી મોટો ફાયદો થશે. વિચારેલા કેટલાક કામો પૂરા થવાના યોગ છે. નોકરી કે દિનચર્યા બદલવામાં વિચાર કરવો જોઈએ. ખરીદી ફાયદાકારક  નીવડી શકે છે. ધનલાભના પણ પ્રબળ યોગ છે. 

Banner Image
3/12
મિથુન
મિથુન

નવા પ્રયોગ કરશો. કોન્ફિડન્સ વધશે. મનનો અવાજ સાંભળો. દરેક પ્રકારના સંબંધમાં સહજતા હોઈ શકે છે. લોકો સાથે તાલમેળ રહેશે. રોમાન્સની પણ તકો મળશે. પરિવાર કે મિત્રો સાથ બહાર ફરવા જઈ શકો છો.   

4/12
કર્ક
કર્ક

કોશિશ કરશો તો સારી સફળતા મળશે. થોડો સમય એકલામાં વિતાવો તો સારું રહેશે. સહયોગ અને સમાધાન કરવાના પાક્કા ઈરાદાથી જ ઘરની બહાર નીકળો. ઓફિસમાં કે ફિલ્ડમાં કોઈ મામલે સમાધાન કરવું પડી શકે છે જે આવનારા દિવસોમાં ફાયદો કરાવશે.

5/12
સિંહ
સિંહ

કામ પૂરા કરવા દરેક રીત અજમાવી શકો છો. નાણાકીય મામલે દિવસ સારો રહેશે. કોઈ નવી નોકરી મળી શકે છે. કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં ધનલાભના યોગ છે. પદોન્નતિ અને સન્માન મળી શકે છે. મોટાભાગના લોક તમારા માટે પોઝિટિવ રહેશે. 

6/12
કન્યા
કન્યા

ઓફિસમાં અનેક મામલે સફળતા મળી શકે છે. કેરિયર સંબંધી ગૂંચવાયેલા મામલે ઉકેલ મળશે. ઓફિસમાં કામના વખાણ થશે. પ્રમોશન મળવાના યોગ છે. ગિફ્ટ મળી શકે છે. બિઝનેસ કરનારા લોકોને અટવાયેલા નાણા પરત મળી શકે છે. 

7/12
તુલા
તુલા

પોતાના પર ભરોસો રાખો. મહેનત કરો. લોકોને મળો અને જરૂર પડે તો મુસાફરી કરો. જીવનના અનેક પહેલુમાં ફેરફાર થઈ શકે છે. કેટલાક નવા અનુભવ થશે. જૂની વાતો અને યાદો ભૂલવાની કોશિશ કરો. રહેણીકરણીમાં બદલાવ લાવવાનું મન થશે. 

8/12
વૃશ્ચિક
વૃશ્ચિક

ઓફિસમાં કોઈ વધારાની જવાબદારી મળવાની શક્યતા છે. બીજાની વાત ધ્યાનથી સાંભળો. હકારાત્મક રહો. ઓફિસમાં કામની અડચણ દૂર થશે. કોઈ એવા લોકો સાથે મુલાકાત થશે જે તમારા જીવન પર ઊંડો પ્રભાવ છોડશે. નાણાકીય મામલે ધ્યાન આપો. 

9/12
ધનુ
ધનુ

મોટાભાગની સમસ્યાઓની પતાવટમાં સફળતા મળશે. મોટું રોકાણ કર્યું હશે તો તમને ફાયદો થઈ શકે છે. રોકાણ મામલે લોકોને મળો અને વાત કરો, કોઈ તક ન જવા દો. નવા અને રસપ્રદ લોકો સાથે મુલાકાતના યોગ છે. દિવસ ઝડપથી પસાર થશે.   

10/12
મકર
મકર

ખુબ ધૈર્ય અને નિયમિતતા સાથે જે મહેનત કરી હતી તેનું પરિણામ તમારી ફેવરમાં આવશે. જવાબદારીઓ પૂરી થશે. વિચારેલા કામો પૂરા થશે. પૈસા કમાવવા તમારા માટે સરળ છે. કામકાજ અને મુસાફરીને લઈને તમારી પાસે એક કરતા વધુ વિકલ્પ હશે. 

11/12
કુંભ
કુંભ

કેટલાક ફેરફારની શરૂઆત આજથી થશે. રહસ્યમય મામલા તરફ ઢળશો. સારો વ્યવહાર સફળ બનાવશે અને લોકો પણ ખુશ થશે. જીવનસાથીને લઈને ક્યાંક ફરવા જઈ શકો છો. ધારણાઓ સકારાત્મક રાખો. 

12/12
મીન
મીન

સારી તકો મળી શકે છે. નવા પ્લાનિંગ અને તકોને લઈને મોટો નિર્ણય પણ કરી શકો છો. નોકરી કે પદ કે નવા કામની ઓફર મળી શકે છે. મોટી અડચણો દૂર થશે. ધન લાભ થશે. આવકના નવા સોર્સ સામે આવશે. બીજાની વાતો પર બહુ ધ્યાન ન આપો. 





Read More