PHOTOS

Kalinga War: જાણો ભારતમાં થયેલા સૌથી ખતરનાક યુદ્ધ વિશે, ધરતી ઢંકાઈ ગઈ હતી લાશોથી, આ યુદ્ધ પછી ઈતિહાસ બદલી ગયો

The Most Dangerous Battle in Indian History: કેટલીક ઘટનાઓ એવી હોય છે જે દેશનો ઈતિહાસ બદલી દે છે. ભારતના ઈતિહાસની આવી ઘટના એક યુદ્ધ હતું જેના પણ બધું જ બદલી ગયું. આ યુદ્ધ ભારતના ઈતિહાસનું સૌથી ખરાબ અને ખતરનાક યુદ્ધ હતું. 
 

Advertisement
1/7
સમ્રાટ અશોકનો શાસન કાળ
સમ્રાટ અશોકનો શાસન કાળ

સમ્રાટ અશોકના શાસન કાળમાં મૌર્ય સામ્રાજ્યની શક્તિ ચરમ પર હતી. ભારતની સીમા ઉત્તર-પશ્ચિમમાં હિંદુકુશ પર્વતથી લઈ અફઘાનિસ્તા અને ઈરાન સુધી, ઉત્તરમાં તિબેટ, પૂર્વમાં મ્યાંમાર, થાઈલેંડ અને ઈંડોનેશિયા સુધી, દક્ષિણમાં શ્રીલંકા સુધી ફેલાયેલી હતી. કોઈપણ રાજ્ય સામે અશોકની શક્તિ સામે ટકવાની શક્તિ ન હતી.  

2/7
ભારતના ઈતિહાસનું સૌથી ભીષણ યુદ્ધ
ભારતના ઈતિહાસનું સૌથી ભીષણ યુદ્ધ

આ સમયે કલિંગ રાજ્યએ અશોક સમ્રાટને પડકાર આપ્યો. કલિંગ જીતવાનો પ્રયત્ન અશોકના પિતા બિંદુસારે પણ કર્યો હતો. તેથી અશોક સમ્રાટે કલિંગ જીતવાની કસમ ખાઈ લીધી અને પછી ભારતના ઈતિહાસનું સૌથી ભીષણ યુદ્ધ થયું.   

Banner Image
3/7
સમ્રાટ અશોક
સમ્રાટ અશોક

મૌર્ય સામ્રાજ્યના સૌથી પ્રસિદ્ધ શાસક સમ્રાટ અશોકે રણનીતિક અને આર્થિક રીતે આકર્ષક કલિંગને જીતવા માટે 261 ઈસા પૂર્વમાં મોટી સેના સાથે કુચ કરી અને આ યુદ્ધ દયા નદી જે હવે ઓડિશામાં છે તેના કિનારે લડાયું.  

4/7
કલિંગના યુદ્ધમાં ભીષણ રક્તપાત
કલિંગના યુદ્ધમાં ભીષણ રક્તપાત

કલિંગના યુદ્ધમાં ભીષણ રક્તપાત થયો. અશોકના શિલાલેખો અનુસાર યુદ્ધમાં 1 લાખ થી વધુ લોકોના મોત થયા અને 1,50,000 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ યુદ્ધમાં સમ્રાટ અશોકને જીત મળે પણ તે સંપૂર્ણપણે બરબાદ થઈ હતા. કારણ કે આ યુદ્ધ પછી ચારેતરફ તબાહી જ તબાહી હતી. લાખો લોકો બેઘર થયા હતા.  

5/7
સમ્રાટ અશોક
સમ્રાટ અશોક

કલિંગના યુદ્ધમાં જે રક્તપાત અને વિનાશ થયો તેને જોઈ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું. આત્મગ્લાનીમાં અશોક સમ્રાટે હથિયારનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો અને હિંસા ન કરવાની કસમ ખાઈ બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો.   

6/7
બૌદ્ધ ધર્મ
બૌદ્ધ ધર્મ

આ યુદ્ધ પછી સમ્રાટ અશોક અને ભારતનો ઈતિહાસ બદલી ગયો. અશોક સમ્રાટે આ યુદ્ધ પછી બૌદ્ધ ધર્મના અહિંસા અને કરુણાના સિંદ્ધાંતોને દુનિયાભરમાં ફેલાવ્યા.  

7/7




Read More