PHOTOS

TMKOC : કન્ફર્મ ! 5 વર્ષ બાદ પરત ફરશે 'દયાબેન'...આસિત મોદીએ કહ્યું- ફેમિલી ડ્યુટીમાં વ્યસ્ત છે દિશા

TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાંથી છેલ્લા 5 વર્ષથી દયાબેન એટલે દિશા વાકાણી ગાયબ છે, તેમના પરત ફરવાની ચાહલો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે શોના પ્રોડ્યુસર આસિત મોદીએ દયાબેનની વાપસી અંગે ખુલાસો કર્યો છે. 
 

Advertisement
1/7

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો 17 વર્ષથી લોકોના દિલ જીતી રહ્યો છે, પરંતુ તેઓ હજુ પણ દયાબેન એટલે કે દિશા વાકાણીને મિસ કરે છે જે 5 વર્ષથી શોમાંથી ગાયબ છે.

2/7

દયાબેન ક્યારે પરત ફરશે તેની ચાહકો રાહ જોઈ રહ્યા છે. શોના પ્રોડ્યુસર આસિત મોદીએ આખરે આ વિશે હકીકત જણાવી છે. તેમણે પુષ્ટિ કરી છે કે દયાબેન ટૂંક સમયમાં શોમાં પાછા આવશે. 

Banner Image
3/7

આસિત મોદીએ કહ્યું- શોની લોકપ્રિયતા આજે પણ બરકરાર છે. લોકોની ફરિયાદ છે કે દયા ભાભીના ગયા પછી તેમને શો પસંદ નથી આવી રહ્યો અને હું પણ તેમની સાથે સંમત છું.

4/7

હું જલ્દી જ દયા ભાભીને પાછા લાવીશ. લેખકો અને કલાકારોની આખી ટીમ દયા ભાભીની શૂન્યતા ભરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરે છે. દયા ભાભી જલ્દી પાછા આવશે. હવે તે દિશા હશે કે અન્ય કોઈ તે આવનાર સમય જ બતાવશે. 

5/7

અમે માત્ર આશા રાખી શકીએ છીએ કે દિશા વાકાણી પાછી આવે, તેના પર પારિવારિક જવાબદારીઓ છે. તે મારી નાની બહેન જેવી છે અને અમે હજુ પણ પરિવાર જેવા છીએ.

6/7

તેમના માટે પાછા આવવું મુશ્કેલ બની શકે છે. મેં આ રોલ માટે કેટલાક લોકોને પસંદ કર્યા છે અને તમે તેમને જલ્દી ઓળખી શકશો. તેને ગયાને પાંચ વર્ષ થઈ ગયા છે અને અમે હજી પણ તેને યાદ કરીએ છીએ.

7/7

આસિત મોદીએ આગળ કહ્યું કે, અમારો હેતુ દિશા વાકાણી જેવા કલાકારને શોધવાનો છે. વર્ષોથી દિશા વાકાણીની વાપસીની આશા હતી પરંતુ આખરે તેમણે પુષ્ટિ કરી કે દિશાને બદલે દયાબેનનું પાત્ર બીજું કોઈ ભજવશે.





Read More